Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મયુર મોરીને તાકીદે શોધી કાઢોઃ ભારતીય યુવા સેનાની ડીસીપી સૈનીને રજૂઆત

રાજકોટઃ કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર હોસ્પિટલના ડો. શ્યામ રાજાણી સહિતના ત્રણ સામે પોતાની જ હોસ્પિટલના કર્મચારી મુળ પ્રાંસલી ગામના મયુર મોરીને ગોંધી રાખી મારકુટ કરી અપહરણ કરવાનો ગુનો નોંધાતા આ મામલે ભારતીય યુવા સેનાના આશિષસિંહ વાઢેરની આગેવાનીમાં ડીસીપી રવિકુમાર સૈનીને રજૂઆત કરવામાં આવી છે. આશિષસિંહ સાથે બ્રહ્મદેવ સેનાના મિલન શુકલ સહિતના પણ જોડાયા હતાં. તબિબ રાજાણી વિરૂધ્ધ આ તમામે રજૂઆત કરી ભેદી રીતે ગૂમ મયુરને તાકીદે શોધી કાઢવામાં આવે તેવી માંગણી કરી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:12 pm IST)