Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કાલે રાજકોટમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલઃ ખાનગી બેંકો-સહકારી બંેકો અને સ્ટેટ બેંક જુથની બેંકો ચાલુ રહેશે

કાલે અને પરમ દિવસે સવારે ૧૦-૩૦ કલાકે બેંક ઓફ ઇન્ડિયા, પરા બજાર ખાતે દેખાવો

રાજકોટ : મોદી સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં આવતીકાલથી બે દિવસ માટે દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ ઉપર જઇ રહયા છે. આ હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાશે. સ્ટેટ બેંક અને તેની સંલગ્ન બેંકો ચાલુ રહેશે. સહકારી તથા ખાનગી બેંકો પણ ચાલુ રહેશે. કલીયરીંગ વ્યવસ્થાને અસર થશેઃરાજકોટમાં ૨૦૦ કરોડ જેટલું કલીયરીંગ ખોરવાશેઃ ગુજરાત બેંક વકર્સ યુનિયનના નેજા હેઠળ કાલે અને પરમ દિવસે સવારે ૧૦-૩૦ કલાકે બેંક ઓફ ઇન્ડિયા ખાતે દેખાવો યોજાશેઃ ૮ મીએ આંગણવાડી અને અન્ય કામદારોની રેલીમાં બેંક કામદારો પણ જોડાશેઃ યુનિયન અગ્રણી કે.પી.અંતાણીના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીયકૃત બંેકોમાં ઓફિસરો ચાર્જ લેવાના નથી. એટલું જ નહી તેઓ કલાર્કનું કામ પણ નહીકરે જેના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં સજ્જડ હડતાલ રહેશે.(૧.૨૪)

(4:10 pm IST)