Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાજકોટીયનો ઠંડીમાં ફરી ઠુઠવાયાઃ ૧૧.૩

ઉત્તર ભારતમાં ભારે હીમવર્ષાના પગલે ઠંડીનો નવો રાઉન્ડ શરૃઃ ફૂંકાતા ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજયાઃ બે- ત્રણ દિવસ ઠંડીનો દોર જારી રહેશે

રાજકોટ,તા.૭: આજથી ઠંડીનો દોર ફરી શરૂ થયો છે. સૌરાષ્ટ્ર- ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો ફરી ગગડયો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ તાપમાન ૧૧.૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલ ભારે હીમવર્ષાના પગલે ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોવાનું હવમાન વિભાગે જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં ગઈકાલે ૧૩ તાપમાન નોંધાયા બાદ આજે સવારે ૧૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું આમ એક જ દિવસમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રવિવારે દિવસભર સુસવાટા મારતા પવન ફૂંકાયા હતા. દિવસ દરમ્યાન ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે પવનનું જોર ઓછુ થઈ ગયું હતું. પરંતુ અસહય ઠારનો અનુભવ થઈ રહયો હતો. આજે સવારથી ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. નગરજનો ગરમવસ્ત્રોમાં જ જોવા મળે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલ ભારે હીમવર્ષાના પગલે ફરી ઠંડીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર- ગુજરાતના અનેક સેન્ટરોમાં તાપમાન પટકાયું છે. બે થી ત્રણ દિવસ ઠંડીનો દોર જારી રહેશે તેમ જણાવાયું હતું.(૩૦.૬)

(2:39 pm IST)