Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શેરી રમતોમાં ૭૦૦ બાળકોએ મહોલ્લો ગજવ્યો

બે કલાકને બદલે ચાર કલાક રમતો ચાલીઃ ધીંગા-મસ્તીમાં મોટેરા પણ જોડાયા

રાજકોટઃ. રવિવારે નિલકંઠ પાર્ક મેઈન રોડ રાજકોટ ખાતે શેરી રમતોનું ભવ્ય આયોજન કરેલ. જેમાં ૭૦૦ વિદ્યાર્થી / વાલીઓએ ઉત્સાહભેર શેરી રમતોમાં ભાગ લીધો. શેરી રમતોમાં લગડી, ખોખો, કબડ્ડી, નાગલ દોરડા કુદ, આંધળો પાટો, છુટદડો, કોથળા દોડ, સંગીત ખુરશી, રેલગાડી, દોરડા ખેંચ, કમાન્ડો બ્રીજ, ધમાલીયો ધોકો વિગેરે રમતો રમાડેલ. બાળકો આ બધી રમતો રમી આનંદથી જુમી ઉઠેલ. બાળકોને આનંદ કરતા જોઈ દરેક વાલીઓએ એવું નક્કી કર્યુ કે દર અઠવાડીયે બાળકોને અમો અમારા વિસ્તારમાં બે કલાક શેરી રમતો રમાડશું. જો આપણે બાળકોને રમાડશું તો બાળકો મોબાઈલથી દૂર રહેશે.

આ કાયક્રમમાં વિદ્યાર્થી, વાલીઓનો ઉત્સાહ જોતા ભવિષ્યમાં ગુજરાત લેવલે શેરી રમતોનું દરેક ગામ, શહેરમાં આયોજન કરવાનું નક્કી કર્યુ. આ રમતો વખતે રાજકોટના વિવિધ ક્ષેત્રના આગેવાનો બાળકોને આશિર્વાદ આપવા પધારેલ.  રમત ગમતનું સંચાલન ઘણા બધા મિત્રોએ સંભાળી આ શેરી રમતને ખૂબ પ્રોત્સાહન પુરૂ પાડેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીચે મુજબની સંસ્થાઓએ સહયોગ આપેલ. ફુલછાબ, નવરંગ નેચર કલબ ઉપરાંત આહિર એકતા મંચ - ગુજરાત, શેર વિથ સ્માઈલ - રાજકોટ, સાંદીપની સ્કૂલ - રાજકોટ, મા આનંદમય કન્યા વિદ્યાલય - રાજકોટ, સંવેદના યુવા સોશ્યલ ગ્રુપ - રાજકોટ શાળા નં. ૪૯, ૫૮, ૭૦, ૭૩, ૮૦ વગેરેનો સહયોગ મળ્યો હતો.(૨-૧૩)

(2:39 pm IST)