Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટમાં પોપટપરાનો રિક્ષાવાળો યુસુફ ભાન ભુલ્યો: ત્રણ વર્ષની બાળકી સાથે અત્યંત બીભત્સ કૃત્ય: પોલીસે પોકસો હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ: હજુ પરમ દિવસે જ પોલીસે મહિલાઓ સાથે વિકૃત હરકત કરનારા કુસ્તીબાજ કૌશલ પીપળીયાને પકડ્યો હતો ત્યાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં પોપટપરાના યુસુફ નામના રીક્ષા ચાલકે હવસખોરી આચરી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરૂધ્ધ આઇપીસી કલમ-૩૫૪ તથા પોક્સો એકટની કલમ-૭,૮ મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ત્રણ વર્ષની એક બાળકી પોતાની બીમાર મમ્મી માટે સોડા લેવા નીકળી ત્યારે યુસુફની નજર બગડી હતી અને બાળકી સાથે બીભત્સ અડપલાં કરી લીધા હતાં. તેણીને હોઠ પર કિસ કરી ગુપ્ત ભાગે અડપલાં કરતાં બાળાએ દેકારો કરી મુક્યો હતો. પીઆઇ બી.એમ.ઝણકાત અને ટીમે ગુનો નોંધી હવસખોરને દબોચવા તજવીજ કરી છે. ઘટના ગઈકાલે બની હતી. પોલીસને આજે જાણ કરવામાં આવતાં ગુનો નોંધાયો છે.

(8:26 pm IST)