Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

નવેમ્‍બરમાં ડ્રેનેજની ૧૬ હજાર ફરીયાદો ઉભરાણી !

શહેરીજનોએ ગત મહિને મનપાના કોલ સેન્‍ટરમાં રોશનીની ૨ હજાર, સફાઇની ૩ હજાર તથા ૨ હજાર પાણી સહિતની કુલ ૨૭ હજાર સમસ્‍યાઓ નોંધાય

રાજકોટ તા.૬ : મ્‍યુનીસીપલ કોર્પોરેશન ના કોલ સેન્‍ટરના માધ્‍યમથી છેલ્લા ૧ મહિનામાં જુદી જુદી શાખાઓની ૨૭૩૭૬ હજાર જેટલી ફરીયાદનો ઢગલો થયો છે. તેમાં કાયમીની જેમ ભૂર્ગભ ગટરો છલકાવવાની ડ્રેનેજ શાખાની ૧૬ હજાર ફરીયાદો ટોચ ઉપર છે તો રોશની અને સફાઇ વિભાગની ફરીયાદો પણ આ સમયેમાં ખુબ વધુ નોંધાઇ છે.

 રાજકોટમાં નાગરિકોની પાણી, ગટર સહિતની ફરિયાદો નોંધાવવા માટે મનપા દ્વારા વર્ષોથી કોલ સેન્‍ટર ૦૨૮૧ ૨૪૫૦૦૭૭ નંબરથી શહેરીજનોને તેમની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરવા સહિત શરૂ કરાઇ છે. આ કોલ સેન્‍ટરમાં ફરીયાદ આવ્‍યા બાદ ત્‍યાંથી સંબધીત વિભાગમાં આ ફરીયાદ ટ્રાન્‍સફર કરવામાં આવે છે અને નક્કિ કરાયા મુજબ સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવે છે.   તા. ૧ નવેમ્‍બરથી તા.૩૦ નવેમ્‍બર સુધીમાં કોલ સેન્‍ટરમાં જુદી જુદી ર૭ શાખાઓની ૨૭ હજાર ફરીયાદો નોંધવામાં આવી  હતી. મોટાભાગની ફરીયાદો ઉકેલાઇ ગયાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્‍યો હતો.

મનપાના કોલ સેન્‍ટરમાં નવેમ્‍બરનાં ૩૦ દિવસમાં નોંધાયેલ ફરીયાદનાં આંકડા પર નજર કરીએ તો ડ્રેનેજની ૧૬,૩૨૯, રોશની-૨૧૯૭, સફાઇની ૨૮૨૭, પાણી ૨૨૮૨, બાંધકામની ૮૫૨, કન્‍ઝર્વસીની ૨૭૭, ગાર્ડનની ૧૫૬ તથા દબાણ હટાવની ૨૬૭ ફરીયાદો નોંધાઇ  હતી. જેમાંથી ૭૨૮ ફરીયાદો કોઇ કારણો સર પેન્‍ડીગ રહી છે આ સીવાયની મોટાભાગની સમસ્‍યાઓ હલ થઇ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

(4:16 pm IST)