Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભારતમાં ડીમાન્‍ડ અને ભાવ ઊંચા હોવાથી તલનું કોરીયાનું ટેન્‍ડર આફ્રીકાને મળ્‍યું

તલના વૈશ્વિક એકસપોર્ટમાં ભારતનો હિસ્‍સો ૧૧ ટકા : ૬૬૦૦ મેટ્રીક ટનનું વૈશ્વિક ટેન્‍ડર હતું જે આફ્રીકા, પાકીસ્‍તાન, ચીનને મળ્‍યું : ૧પ જાન્‍યુઆરી સુધી તલના ભાવ નહીં ઘટે : સમગ્ર વિશ્વમાં તલનું એકસપોર્ટ ર૩ લાખ ટન છે

 રાજકોટ તા. ૬ : તા. ૧ ડિસેમ્‍બર ર૦રર ના રોજ ૬૬૦૦ મેટ્રિક ટન તલનું વૈશ્વિક ટેન્‍ડર હતુ તે આફ્રિકા-પાકિસ્‍તાન- ચાઇના ને મળેલ છે, જે નીચે મુજબ છે.

દેશ    ટન્‍સ   એક મેટ્રીક ટનનો ભાવ(યુએસડી)

યુગાન્‍ડા    ૬૦૦    ૧૬૯પ  (એક ટન= એક હજાર કિલો)

સુદાન      ૧ર૦૦  ૧૮૭૦

નાઇજીરિયા         ૩૩૦૦   ૧૮૭૦

ચાઇના     ૬૦૦    ૧૮૭૭

બુરફીના    ૬૦૦              ૧૮૮૦

પાકિસ્‍તાન ૩૦૦           ૧૮૮ર   

કુલ          ૬૬૦૦           

ભારતમાં લોકલ ડિમાન્‍ડ અને ભાવ ઉંચા હોવાથી કોરિયા ટેન્‍ડરમાં ઉંચો ભાવ ભરેલ જેથી ભારતને ટેન્‍ડર મળેલ નથી.

 આગામી સમયમાં ૧પ જાન્‍યુઆરી ર૦રર સુધી તલના ભાવ ઘટે તેવી સંભાવના નથી. આફ્રિકાથી ઇમ્‍પોર્ટ તલ જાન્‍યુઆરીમાં મુંદ્રા પોર્ટ પર આવશે. ચાઇનામાં લોકડાઉન હોવાથી તલની ડીમાન્‍ડ ખુબ જ ઓછી છે. ચાઇનામાં લોકડાઉન પુરૂ થાય તો બ્‍લેક તલમાં સારી ડીમાન્‍ડ નીકળશે.

રાજકોટના તલના અગ્રણી બ્રોકર  અને ઇન્‍ટરનેશનલ ટ્રેડ સંભાળતા શ્રી તિરૂપતિ બ્રોકર્સ રાજકોટ વાળા કિશનભાઇ તન્ના મો. ૯૫૫૮૬ ૦૦૯૯૯ જે હાલમાં દૂબઇ તેમજ આફ્રિકાથી આવેલ છે, તેમના જણાવ્‍યા મુજબ ઇન્‍ડીયામાં દર વર્ષે વધારે વરસાદને કારણે તલમાં ખેડૂતોને મોટું નુકશાન આવતા ખેડૂત હવે મગફળી અને કપાસના વાવેતર તરફ વળી ગયા છે.

તલનું પુરા વર્લ્‍ડનું એકસપોર્ટ ર૩ લાખ ટન છે. તેમાંથી પ૦ ટકા તલ ચાઇના ૧૧ થી ૧૧.પ લાખ ટન જેટલા તલ ઇમ્‍પોર્ટ કરે છે. ભારતનું એકસપોર્ટ રપ૦૦૦૦ ટન છે  જે લગભગ વર્લ્‍ડના એકસપોર્ટના ૧૧ ટકા માર્કેટ છે.

ચાઇનાએ ભારતના તલ ઉપર ૧૦ ટકા ઇમ્‍પોર્ટ ડયુટી નાખેલ છે જેના કારણે આપણા તલની ઇન્‍ડસ્‍ટ્રીઝને મોટું નુકશાન થાય છે. આફ્રિકા અથવા પાકિસ્‍તાનથી ચાઇનામાં તલની ઇમ્‍પોર્ટ ડયુટી ઝીરો છે. ર૦૧૭-૧૮ માં ઇન્‍ડીયાનું એકસપોર્ટ ૩,૩૬,૮૪૦ ટન હતું જે ર૦ર૧-રર માં ઘટીને ર,૪ર,૧૪૬ ટન થયું છે.

છેલ્લા પાંચ વર્ષમાં આફ્રિકા - પાકિસ્‍તાનનું ઉત્‍પાદન વધતુ જાય છે, જેને કારણે ભારતના તલના ઊંચા ભાવ હોવાથી એકસપોર્ટ ઓછું થાય છે. તે ઉપરાંત શિયાળામાં લોકલ ડીમાન્‍ડ તેમજ સાઉથમાં તલના તેલનો ઉપયોગ ખુબ જ વધી ગયેલ છે.

ઇન્‍ડીયાની હલ્‍ડ તલના એકસપોર્ટમાં મોનોપોલી હતી પરંતુ આફ્રિકા પાકિસ્‍તાનમાં નવા હલ્‍ડના પ્‍લાન્‍ટ થતા હલ્‍ડના એકસપોર્ટમાં પણ ઘટાડો જોવા મળેલ છે.

(3:42 pm IST)