Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લીમકા બુકમાં સ્‍થાન મેળવનાર હીર દોશીના પઝલ અને ચિત્રોનું શનિ-રવિ જાહેર પ્રદર્શન

રાજકોટ તા. ૬ : સોળ વર્ષની હીર દોશીએ ૩૨,૨૫૬ પીસના વિશ્વના સૌથી મોટા પઝલોમાના એક જિગસો પઝલ (૧૮×૬.૪ ફુટ) ને લીમકા બુક ઓફ રેકોર્ડસ ૨૦૨૨ માં સ્‍થાન મળેલ. જેનું એક જાહેર જનતા માટે પ્રદર્શન તા. ૧૦ અને ૧૧ એમ બે દિવસ માટે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે કરવામાં આવેલ છે. પઝલ ઉપરાંત ચિ.હીર દ્વારા તૈયાર કરાયેલ ચિત્રો કે જેને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઇનામો મળેલ છે તે પણ આ પ્રદર્શનમાં મુકાશે. પ્રદર્શન નિહાળવાનો સમય સવારે ૧૧ થી ૩ અને સાંજે પ થી ૯ નો રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને કલાપ્રેમીઓએ અચુક પ્રદર્શન નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:41 pm IST)