Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ અંગે માર્ગદર્શન

 કોઇપણ દિકરી માસીક ધર્મમાં આવે ત્‍યારે મોટી મુંજવણ અનુભવતી હોય છે. આ બાબતે ગેરસમજણો દુર થાય અને સમસ્‍યાઓનો હલ મળી રહે તે હેતુથી રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા રાજકોટ જિલ્લાની સરકારી તથા ગ્રાન્‍ટેડ શાળાઓની વિદ્યાર્થીઓ માટે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ હાઇસ્‍કુલ ખાતે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કલબના મહીલા મેમ્‍બર લીટરસી ચેર કૌશાબેન દોશી, કૃત્તિબેન રાઠોડ, તેજલબેન ગગલાણી, વર્ષાબેન પડીયા, શ્વેતાબેન કામાણી, ડો. ક્રિનાબેન ગાંગડીયા, મીરલબેન પડીયાએ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડેલ. કલબના પ્રમુખ મેહુલભાઇ જામંગ તથા સેક્રેટરી ક્રીડનભાઇ પડીયાએ સમગ્ર સેમીનાર માટે જહેમત ઉઠાવી હતી. જેમાં મહેશ્વરીબેન, રિધ્‍ધીબેન, દિવ્‍યાબેન વગેરેનો સહકાર રહ્યો હતો. આ પ્રકારના પ્રથમ પ્રેરણારૂપ સેમીનારને મળેલ સફળતાથી પ્રેરાઇને હવે અન્‍ય શાળાઓમાં પણ આવા સેમીનાર યોજવા તૈયારી આદરવામાં આવી હતી. લીટરસી પ્રવૃત્તિના ભાગરૂપે યોજવામાં આવેલ આ સેમીનારને સૌએ વખાણ્‍યો હતો.

(3:33 pm IST)