Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

માયાણીનગરમાંથી દારૂના ‘ચપલા' ભરેલી રિક્ષા ક્રાઇમ બ્રાંચે પકડી

એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી દરોડોઃ ૬૪૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૬: શહેરમાં દારૂની બદ્દી અટકાવવા પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે માયાણીનગર ક્‍વાર્ટર પાસેથી દારૂના ચપલા' ભરેલી રિક્ષા પકડી લીધી હતી. જો કે ચાલક હાથમાં આવ્‍યો નહોતો.

ટીમના એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમીને આધારે માયાણીનગર ક્‍વાર્ટર પાસે દરોડો પાડવામાં આવતાં જીજે૦૩ડબલ્‍યુ-૨૫૩૮ નંબરની રિક્ષા મળી આવી હતી. જે માયાણીનગર ક્‍વાર્ટરમાં રહેતાં ઉપેન્‍દ્ર ઉર્ફ ભેયાની હોવાનું જાણવા મળ્‍યું હતું. રિક્ષામાં તપાસ કરતાં અંદરથી રૂા. ૧૪૪૦૦ના વ્‍હીસ્‍કીના ૧૪૪ ચપલા મળતાં તે તથા રિક્ષા મળી કુલ રૂા. ૬૪૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. ભાગી ગયેલો ઉપેન્‍દ્ર ઉર્ફ ભૈયો અગાઉ માલવીયાનગર, આજીડેમ, ડીસીબી પોલીસમાં દારૂ, રાયોટીંગના ચાર ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એ. એસ. ગરચર, ટીમના દિપકભાઇ ચોહાણ, નિલેષભાઇ ડામોર, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

દારૂ-રાયોટીંગના ચાર ગુનામાં સામેલ ઉપેન્‍દ્ર ભૈયાની શોધખોળ

(11:43 am IST)