Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટમાં સવારે ઠારનો અનુભવઃ ૧૪ ડીગ્રી

શહેરમાં સૌપ્રથમ વખત તાપમાન ૧૪ ડીગ્રીએ પહોંચ્‍યુઃ આગામી દિવસોમાં ઠંડી વધશે

રાજકોટઃ ડિસેમ્‍બર મહિનો શરૂ થઈ ગયો છે. સામાન્‍યતઃ આ મહિનામાં અને ખાસ કરીને આખર તારીખ અને નવા વર્ષની શરૂઆતના દિવસોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતુ હોય છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે સિઝનમાં સૌ પ્રથમ વખત ઠંડીનો પારો ૧૪ ડીગ્રી નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી આસપાસ જોવા મળે છે. જે આજે બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થયો છે. સવારના અને રાત્રીના સમયે ઠંડીની અસર વધુ જોવા મળે છે.

દરમિયાન આજે વ્‍હેલી સવારે ઠારનો અનુભવ થઈ રહ્યો હતો. ઠંડા પવન ફૂંકાતા હોય ઠંડીની અસર વધુ જોવા મળી હતી. લોકો સવારથી જ ગરમ વષાોમાં જ જોવા મળતા હતા.

હવામાન શાષાીઓ જણાવે છે કે આ મહિનામાં એટલે કે ડિસેમ્‍બર મહિનામાં પહાડી પ્રદેશોમાં બરફવર્ષા થતી હોય છે. જેની અસરથી તેના ઠંડા પવન ગુજરાત તરફ આવતા હોય ઠંડીની અસર વધુ જોવા મળે છે.

ખાસ કરીને આખરી દિવસોમાં ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં પહોંચી જતો હોય છે. આમ હવે આગામી દિવસોમાં ઠંડીનું અસલ સ્‍વરૂપ જોવા મળશે.

(12:00 pm IST)