Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મ.ન.પા.ના મેનપાવર કોન્ટ્રાકટર દ્વારા જીએસટી- પી.એફ.જમા નહી કરી મોટાપાયે ખાયકી ?કમિશ્નરને ફરિયાદ

જુદા-જુદા વિભાગોમાં કરાર આધારીત સ્ટાફ પુરા પાડનાર સપ્લાયર્સે સરકારના કરોડો રૂપિયા દબોચ્યાના આક્ષેપ સાથે મ્યુ. કમિશનરને અરજી થતા ખળખળાટ

રાજકોટ તા.૬ : મ.ન.પા.માં મેનપાવર સપ્લાય કરનાર કોન્ટ્રાકટર એજન્સીએ જી. એસ. ટી.ત્થા સી.જી.એસ.ટી. ઇ.એસ. આઇ.સી. પી.એફ.વગેરેની કરોડની રકમ સરકારમાં જમા નહી કરાવી અને ખાયકી કરી હોવાના આક્ષેપો સાથે જાગૃતનાગરીક અનિશાબેન ગોહેલે મ્યુ.કમિશ્નરને લેખીત ફરીયાદ કરતા  ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ફરીયાદમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ર૦૧૯ થી મ.ન.પા.માં મેનપાવન સપ્લાય કરનાર અજમેરા એજન્સીએ તેના બિલની જમા રકમમાંથી સરકારમાં ભરવાની થતી જી.એસ.ટી.એન સી.જી.એસ.ટી. ત્થા ઇ.એસ.આઇ. સી. અને પી.એમ.વગેરેની રકમ સરકારમાં જમા નહી કરાવી અને સરકારી લેણાના કરોડો રૂપિયા દબાવી લીધાના આક્ષેપો કરાયા છે.

ફરીયાદમાં જણાવાયું છે કે મ.ન.પા.ના વિવિધ વિભાગોમાં કરાર આધારિત સ્ટાફનો મેન પાવર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી દ્વારા પી.એફ.અને ઇ.એસ.આઇ.સી.ની રકમ જમા નથી થતી ત્યારે આ બાબતે તપાસ કરાવી યોગ્ય પગલા લેવા રજુઆત કરાઇ છે.

મેન પાવર કોન્ટ્રાકટરના સ્ટાફને પગારમાં અન્યાય

સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ પણ મેનપાવર કોન્ટ્રાકટર એજન્સી દ્વારા કોન્ટ્રાકટરમાં રાખેલ સ્ટાફને પગારમાં વિવિધ બાબતે અન્યાય થતો હોવાની મ્યુ.કમિશ્નરને રજુઆત કરી યોગ્ય કરવા માંગ ઉઠાવી છે.

(3:57 pm IST)