Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મેગા ડ્રાઇવ : શહેરમાં ૨ દિ'માં ૨૯,૭૧૫ નાગરિકોએ કોરોના વેકિસન લીધી

મેગા ડ્રાઇવ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ અધિકારીઓ/ કર્મચારીઓ સહિત ૮૦૦ થી વધુ મેડીકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો દ્વારા ૧૨ કલાક સતત ફિલ્ડમાં રહી કામગીરી કરાય

રાજકોટ,તા. ૬ : હર ઘર દસ્તક અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તા. ૪ અને તા. ૫ના રોજ કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શહેરના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજના ૯ વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ESIS હોસ્પિટલ ખાતે સવારે ૯ વાગ્યા થી સાંજના ૬ૅં૦૦ વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના ૨ વાગ્યાથી સાંજના ૯ વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, કન્સ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ૭૬ મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ યોજાયેલ કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવ અંતર્ગત કુલ ૨૯૭૧૫ નાગરિકોએ કોરોના રસી મુકાવી હતી.

મેગા ડ્રાઈવ દરમ્યાન મેગા ડ્રાઈવ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ આશિષ કુમાર, શ્રી એ.આર.સિંહ, શ્રી ચેતન નંદાણી તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ સહીત ૮૦૦થી વધુ મેડીકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો દ્વારા સવારના ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધી સતત ફિલ્ડમાં રહી કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ૭૬ મોબાઈલ વાન દ્વારા પણ વેકસીનેશન કામગીરી કરવામાં આવી હતી. હર ઘર દસ્તક અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી વેકસીન લેવામાં બાકી રહેતા નાગરિકોને કોરોના વેકસીન લઈ લેવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો વેકસીનથી વંચિત ન રહી જાય તે માટે ટેલીફોનીક પણ જાણ કરવામાં આવે છે. જેમાં બે દિવસમાં ૭૮૧૧૨ નાગરિકો કે જેમનો વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો હોય તેવા લોકોને ટેલીફોન મારફત વેકસીન લઈ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન 'હર ઘર દસ્તક' હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થાય ગયેલા નાગરિકોને ટેલીફોનીક પણ જાણ કરી વેકસીન લઇ લેવા અપીલ કરવામાં આવી રહી છે. 

(3:40 pm IST)