Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોઠારિયા સોલવન્ટ પાસેથી ચોરાઉ બાઇક અને એકટીવા સાથે આશીષ જુણેજા પકડાયો

તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ. મોહસીનખાન મલેક અને કોન્સ. અમીનભાઇ ભલુરની બાતમીઃ બે ટુવ્હીલર કબ્જે

રાજકોટ તા. ૬: કોઠારિયા સોલવન્ટ રસુલપરા મેઇન રોડ પરથી તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક અને એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ કોઠારિયા સોલવન્ટ નજીક રસુલપરા મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ. મોહસીનખાન મલેક અને કોન્સ. અમીનભાઇ ભલુરને બાતમી મળતા રસુલપરા મેઇન રોડ પરથી ચોરાઉ એકટીવા સાથે આશીક જુમાભાઇ જુણેજા (ઉ.વ. ૩ર) (રહે. નુરાનીપરા શેરી નં. ર, કોઠારીયા સોલવન્ટ) ને પકડી લીધો હતો. પુછપરછ દરમ્યાન વધુ એક બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ચોરાઉ એકટીવા અને બાઇક કબ્જે કર્યા હતા. તેણે બાઇક ગોંડલ ચોકડી પાસેથી અને એકટીવા ક્રિસ્ટલ મોલની સામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી અને ફેરવવા માટે તેણે બંને ટુવ્હીલર ચોરી કર્યાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. ડી. ડામોર, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, વિજયગીરી ગોસ્વામી, હેડ કોન્સ. મોહશીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનીષભાઇ સોઢીયા, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા અને અરજણભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:16 pm IST)