Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મ.ન.પા.ના નિવૃત કર્મચારીઓનાં પેન્શનની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચીફ એકાઉન્ટન્ટ સહીતનાં સ્ટાફ પર અભિનંદનવર્ષા

માત્ર ૯૦ દિવસમાંજ પેન્શન ચુકવી દેવાની ઝડપી કામગીરી ધન્યવાદને પાત્રઃ સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા આભારપત્ર પાઠવાયો

રાજકોટ તા. ૬: મ.ન.પા.નાં નિવૃત થતા કર્મચારીઓને માત્ર ૯૦ દિવસની અંદરજ પેન્શન વગેરે આપી દેવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચીફ એકાઉન્ટન્ટ અમિતભાઇ સવજીયાણી ત્થા તેમનાં સ્ટાફ ઉપર શ્રી સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા અભિનંદન પાઠવાયા છે. આ બાબતે જાગૃતિ મંડળનાં પ્રમુખ ભરત બારૈયાએ મ્યુ. કમિશ્નરશ્રીને આભારપત્ર પણ પાઠવ્યો છે.

આ આભારપત્રમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગર પાલીકામાં સફાઇ કામદાર તરીકે લાંબા  ફરજનો સમય પૂર્ણ કરી વય મર્યાદાના કારણોસર નિવૃત થયેલ સફાઇ કામદાર આશરે ૧૬૪પ જેટલા થાય છે તેમજ સ્ટાફ કર્મચારીઓ આશરે ર૩૪પ જેટલા થાય છે.

રાજકોટ મહાનગર પાલીકામાં સફાઇ કામદાર તરીકે આરોગ્યની સેવાઓ આપી વયમર્યાદાથી નિવૃત થયે પેન્શન યોજના માટે પેન્શન શરૂ કરવા (મેળવવા) માટે એકાઉન્ટ શાખામાં જવાનું થતું હોય છે.

એકાઉન્ટ શાખામાં રૂમ નં. પ માં ફરજ બજાવતા જુનીયર કલાર્ક નૈમીષભાઇ મહત્વભાઇ આચાર્ય તથા શ્રી જયેન્દ્રભાઇ મકવાણા આ બંને કર્મચારીઓ નિવૃત કર્મચારીને પેન્શન યોજના મુજબ ૯૦ દિવસની અંદર પેન્શન ચુકવવાની કામગીરી ખુબ જ ઝડપથી કરે છે તેમજ કૌટુંબીક પેન્શનમાં પેશનર્સના વારસદારને હકારાત્મક વલણ અપનાવી ઉપયોગી બને છે.

દર વર્ષે પેન્શનર્સને હયાતી કરવાથી થતી હોય છે જેમાં ખુબ જ સારી વહીવટી કામગીરી કરે છે વયનીવૃતી પેન્સનર્સ કામ સબબ મુખ્ય ઓફીસે આવે ત્યારે સારા સ્વભાવે પેન્શનર્સને બેસાડી ચા-પાણી પીવડાવીને માર્ગદર્શન આપી મદદરૂપ થાય છે વયવૃધ્ધ પેન્શનર્સને ધકકો ન થાય એ માટે પુરેપુરી રીતે મદદરૂપ થાય છે નિયત સમયમાં એમની કામગીરી પૂર્ણ કરે છે.

આ ઉપરાંત હાલ રાજકોટ મહાનગર પાલીકામાં સફાઇ કામદારની ભરતી પ્રક્રિયામાં સફાઇ કામદારોના માતા-પિતા-દાદા-દાદી રા.મ.ન.પા.માં સફાઇ કામદારમાં રહી ચુકયા હોય તેવા પુરાવાઓ ફોર્મમાં રજુ કરવાના થતા હોય આ કામ સબબે જુના સફાઇ કામદારોની પેન્શન બુક તથા પેન્શન લગતા આધાર પુરાવાઓ જુની ફાઇલમાંથી શોધખોળ કરીને સર્વેને મદદરૂપ થયેલ છે.નોંધનિય છે કે, મોભાવાળા લાગવગ ધરાવતા પ્રતિષ્ઠિત વ્યકિતનું વહીવટી કામ તો સરળતાથી થતું હોય છે આઉટડોરના નાના કર્મચારીઓનું પેન્શન લગત કામ નિયત સમયમાં કામગીરી કરતા નિષ્ઠાવાન કર્મચારીશ્રી મહત્વભાઇ આચાર્ય તથા શ્રી જયેન્દ્રભાઇ મકવાણા વયવૃધ્ધ નિવૃત સફાઇ કામદારો (પેન્શનર્સ) ના સારી ઉમદા કામગીરી ખંત અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા કર્મચારી અભિનંદનને પાત્ર છે. તેથી સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા તથા મંડળ હોદેદારો અને મંડળના સભ્યો આ આભારપત્ર પાઠવી રહ્યા છે.

(3:14 pm IST)