Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અર્જુન ઉવાચના ચોટદાર વનલાઈનર...

કુરુક્ષેત્રની ભૂમિ શસ્ત્રોની તો સાક્ષી છે, પરંતુ એક અનન્ય શાસ્ત્રની તો એ જન્મદાત્રી છે યુદ્ધ શોક સિવાય કશું આપી ન શકે, પરંતુ જો સારથિ કૃષ્ણ હોય તો એ યુદ્ધની ભૂમિમાંથી ભગવદ્ગીતા  જેવું અક્ષય અમૃત મળે. જો યુદ્ધમાં શંખ ફૂંકનાર કૃષ્ણ હોય તો યુદ્ધ પછી પણ વિશ્ચને યુગો સુધી ગીતાગાન  સંભળાય. કૃષ્ણ અને અર્જુન તો પરમેશ્ચરની પૂર્ણતા અને માનવીય મર્યાદાનાં પ્રતીક છે.  યુદ્ધ માણસની નિયતિ હોઈ શકે, એની નિયત ન હોવી જોઈએ.  વિચાર અને વિવેકનો પૂણ્ય પ્રયાગ એટલે કૃષ્ણ.  અનેક ભગવાન એના ભકતોને પ્રિય છે. કૃષ્ણ એવા ભગવાન છે,એવા અવતાર છે  જેમને પોતાનો ભકત અતિપ્રિય છે. અર્જુને પ્રશ્નો જ ન પૂછ્યા હોત તો આપણને 'મહાભારત' તો મળ્યું હોત, પરંતુ 'ગીતા' મળી હોત? અર્જુન ધ્રુજાવી દે એવો ધનુર્ધર હતો, પરંતુ આપણે કાન સરવા કરીએ તો સ્પષ્ટ થાય કે અર્જુન સતત જાણવા-શીખવાની વૃત્તિ ધરાવતો જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો.  શિક્ષક કે પાઠ્યપુસ્તક કંઈ કહે અને જે પૂછ્યા વગર માની લે એ બોર્ડના ટૉપર હોઈ શકે, શિષ્ય નહીં. સામર્થ્યવાન કૃષ્ણના જવાબો પામવા અર્જુનની સજ્જતા હોવી જરૂરી છે. વિચાર વગર જીવી જવું શક્ય છે, જીવંત રહેવાનું નહીં.  માત્ર લડે એ અર્જુન નથી, લડતાં પહેલાં લથડે પણ ખરો એ અર્જુન છે.

દરેક વ્યકિતનાં જીવનમાં ન દેખાતો અજ્ઞાતવાસ છે. વાંસળી તો વગાડતાં આવડે, પણ ચૂલો સળગાવવા માટે પણ ફૂંક તો મારવાની ને?  માગ્યા વગર મા ન પીરસે એમ પૂછ્યા વગર પરમેશ્ચર પણ કંઈ ન કહે.  પુરુષાર્થ આપણો, કૃપા પૂર્ણ પુરુષોત્તમની.  દરેક અર્જુનની સાથે તો એના કૃષ્ણ હોય જ છે. ક્યારેક બહાર દેખાય એ રીતે તો ક્યારેક અંદરથી એ સાદ કરે.

અસામાન્યતાઓથી  ભરપૂર હોવા છતાં સામાન્ય જીવન જીવે એ અર્જુન. દરેક અર્જુને એ યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ સામે હોય કે ન હોય, એ સાથે તો હોય જ છે. ઝંઝાવાત વચ્ચેનું સ્થિરત્વ એ જ ખરું વીરત્વ. જીવન અર્જુનનું હોય કે આપણું, એમાં વળાંક આવે. એ ભૂલ પણ હોય અને ભુલભુલામણી પણ હોય. આપણે સોંપવા તૈયાર હોઈએ તો ઈશ્ચર તો મેલી ચાદર પણ સ્વીકારી લે. વાસનાગ્રસ્ત માનવીનો પણ વિસામો તો ઈશ્ચર જ છે. અંધારું હોય ત્યારે આંખ ચોળવાનો કોઈ ફાયદો નથી. દીવો પેટાવવો જ પડે. કોઈ પણ સ્થિતિને સમસ્યા જ માની લેવી એના કરતાં કોઈ પણ સમસ્યાને પહેલાં સ્થિતિ તરીકે જાણવી એ વધુ હિતાવહ છે. દરેક વ્યકિતએ પ્રતિજ્ઞા કરવાની હોતી નથી પરંતુ કોઈને કોઈ રીતે પરીક્ષા આપવાની હોય છે. (૪૦.૩)

 પુસ્તક ક્યાંથી મળી શકે

રાજકોટઃ  રાજેશ બુક સ્ટોલ - ૯૯૨૪૧ ૩૩૫૧૮  You N Book World - ૯૬૨૪૬ ૭૩૧૭૭ ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોર – ૯૭૧૪૯ ૪૪૩૮૬, ૯૪૨૬૫ ૨૧૪૭૭  વડોદરાઃ ક્રોસવર્ડ - ગુજરાત પુસ્તકાલય -  અમદાવાદ આર. આર. શેઠ -૯૧ ૭૯-૨૫૫૦૬૫૭૩ ક્રોસવર્ડ -૯૧ ૭૯-૨૬૪૬૮૦૩૧,   ૯૧ ૭૯-૨૬૯૨૮૮૫૭, સુરત- ક્રોસવર્ડ - ૯૧૯૯૨૪ ૨૩૩૯૩૩, ૯૧૯૦૮૧ ૮૧૫૨૮૫,  ગજાનન બુક હાઉસ - ૯૧ ૨૬૧-૨૪૨૪૨૪૬ , ૯૧૯૨૨૭ ૧૮૩૭૭૬  બલ્સાર બુક સ્ટોર - ૯૧ ૨૬૧-૨૪૬૪૬૦૭, ૯૧ ૯૮૨૫૧ ૪૬૨૬૩ આઈડિયલ એજ્યુકેશન - ૮૧૬૦૭ ૫૭૭૫૧, સુરત બુક સેન્ટર - ૅ૯૧ ૨૬૧-૨૪૩૬૯૧૧, ૯૧ ૯૮૭૯૦ ૪૪૨૨૦, ભૂજ પ્રેમ પુસ્તક ભંડાર - ૯૧ ૯૮૭૯૬ ૩૦૩૮૭ ગાંધીધામ અમૃતલાલ હીરજી પંડ્યા -૯૧ ૨૮૩૬-૨૩૮૧૧૨, ૯૧ ૯૮૨૫૨ ૨૫૨૧૨, જામનગર વિદ્યા ભવન -૯૧ ૨૮૮-૨૬૬૧૫૪૦, ૯૧ ૯૯૨૪૫ ૩૩૫૨૩ પારસબુક સ્ટોલ - ૯૧ ૨૮૮-૨૬૭૯૫૯૭,૯૧ ૯૪૨૬૪ ૫૩૬૩૬, અમરેલી એજ્યુકેશન એમ્પોરિયમ - ૯૧ ૨૭૯૨-૨૨૩૦૭૯, ૯૧ ૯૪૨૬૨ ૧૯૭૯૬ ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોર - ૯૧ ૨૭૯૨-૨૨૧૪૦૯, ૯૧ ૯૮૨૫૫ ૮૧૬૨૫ ઉપરોકત બુક સ્ટોર્સમાં આ પુસ્તકો મળે છે. જો આ બુક સ્ટોર્સમાં ન મળે તો નીચે આપેલી લિંક પર ટેપ કરી પુસ્તકો ઘર બેઠાં મંગાવી શકાશે.  ફી ડીલીવરી મળશે. પુસ્તકો ઘરબેઠાં મંગાવવા - https://rrsheth.com/rr_author/jwalant-chhaya/ (૪૦.૩)

વિદ્યાર્થીઓ-યુવાનો માટે ખાસ ઉપયોગી

અર્જુન ઉવાચ આમ તો તમામ વર્ગ માટે ઉપયોગી છે પરંતુ વિદ્યાર્થી અને ગુરુનો સંબંધ શું છે, વિદ્યાર્થીના જીવનમાં કેવી સમસ્યા સર્જાઈ શકે એનો ઉકેલ શું એના વિશે આ પુસ્તકમાં ઘણું માર્ગદર્શન છે. યુવાનોને હતાશા, નિરાશામાંથી ઉગારવા માટે આ અર્જુન ઉવાચ પુસ્તક ઉપયોગી છે.

જવલંત છાયા

મો.૯૯૦૯૯ ૨૮૩૮૭

(3:11 pm IST)