Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગોકુલધામ સોસાયટીમાંથી દારૂની ૩ બોટલ સાથે રોહીત પકડાયો

ક્રાઇમબ્રાંચની ટીમે દારૂનો જથ્થો તથા એકટીવા કબ્જે

રાજકોટ તા.૬ : ગોકુલધામ સોસાયટી બગીચા પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે એકટીવામાં દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોકુલધામ સોસાયટી પાસે એક શખ્સ એકટીવામાંદારૂ લઇને નિકળવાનો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ, જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા અને કોન્સ જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા ગીતાંજલી સોસાયટી બગીચા પાસેથી પસાર થતા જીજે.૩ એફઆર-૯૧૬ નંબરના એકટીવાને રોકી તલાશી લેતા ડેકીમાંથી રૂ.૧પ૦૦ ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા રોહીત કનુભાઇ મેર (ઉ.૪૦) (રહે. ગોકુલધામ સોસાયટી મેઇન રોડ, બગીચા પાસે) ને પકડી લઇ દારૂની ત્રણ બોટલ અને એકટીવા કબ્જે કરી કાર્યવાહી કરી હતી રોહીત અગાઉ ક્રાઇમ બ્રાંચ, ભકિતનગર અને માલવીયાનગર પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં પકડાઇ ચુકયો છે આ કામગીરી પી.આઇ. વી.કે. ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.જે. જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રભાઇ, ભરતસિંહ, મહેશભાઇ, જયદિપસિંહ, શકિતસિંહ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:04 pm IST)