Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કડીયા કામ વખતે આંખમાં સિમેન્ટની છાંટ ઉડી, માચડા પરથી પટકાતા હરિભાઇનું મોત

પુષ્કરધામ પાસે શિવધામ સોસાયટીમાં બનાવઃ આંબેડકરનગરના પ્રોૈઢના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૬ :  પુષ્કરધામ પાસે શીવધામ સોસાયટીમાં કડીયાકામ કરતી વખતે સીમેન્ટની છાંટ આંખમાં ઉડતા પગ લપસતા પ્રૌઢનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આંબેડકર નગર મેઇન રોડ પર રહેતા હરીભાઇ ભીમાભાઇ સોલંકી (ઉ.પ૦) પરમ દિવસે પુષ્કરધામ પાસે શીવધામ સોસાયટીમાં એક મકાનમાં પ્લાસ્ટરનું કામ કરતા હતા.ત્યારે સીમેન્ટની છાંટ આંખમાં ઉડતા હરીભાઇનો પગ લપસતા માચડા  પરથી ૧૩ ફુટ નીચે પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ પ્રૌઢને તાકીદે સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગેયુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ સાજીદભાઇ ખોરાણી તથા રાઇટર અનુજભાઇએ પ્રાથમીક કાગળો કર્યા હતા. જેની તપાસ હેડ કોન્સ. ભગીરથસિંહ ખેરએ હાથ ધરી છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:04 pm IST)