Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભગવતીપરાના યુવાનની હત્યામાં પ્રેમિકા અને તેના પુત્રની ધરપકડ

સગીરને બાળ અદાલતમાં અને તેની માતાને કોર્ટ હવાલે કરવા તજવીજ

રાજકોટ તા. ૬: ભગવતીપરાના રિક્ષાચાલક સમીર મુસ્તાકભાઇ બુખારી (ઉ.વ.૩૩) પર શનિવારે સાંજે ચુનારવાડ શિવાજીનગરમા ંતેની પ્રેમિકા લક્ષ્મી ગની સલાટના ઘરે ગયો ત્યારે ઝઘડો થતાં લક્ષ્મીના સગીર વયના પુત્રએ સમીરને છરીના ઘા ઝીંકી દેતાં હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજતાં થોરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી સગીર આરોપીને સકંજામાં લીધો હતો. તપાસમાં ખુલ્યુ હતું કે દિકરાએ હત્યા કર્યા બાદ માતા લક્ષ્મીએ ફળીયામાં ભરાયેલા લોહીના ખાબોચીયા પાણીથી ધોઇને પુરાવાનો નાશ કરવા કોશીષ કરી હતી. આથી તેને પણ આરોપી ગણી સકંજામાં લીધી હતી. પીઆઇ બી. એમ. કાતરીયા, એએસઆઇ અજીતભાઇ ડાભી અને ડી. સ્ટાફની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે લોહીવાળા કપડા, છરી કબ્જે કર્યા છે. આરોપી લક્ષ્મીને કોર્ટ હવાલે અને તેના સગીર પુત્રને બાળ અદાલતમાં રજૂ કરવા તજવીજ થશે.

લક્ષ્મીને હત્યાનો ભોગ બનનાર સમીર સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. તેણી શનિવારે સમીરને ફોન કરી જમવા બોલાવતી હતી. પણ પ્રેમીએ આવવામાં વાર લગાડતાં ફરીથી ફોન કરતાં પ્રેમી સમીર ગુસ્સે થઇને ઘરે આવ્યો હતો અને શું વારેઘડીએ ફોન કરે છે? કહી લક્ષ્મી સાથે માથાકુટ કરી મારામારી કરવા માંડતાં લક્ષ્મીનો પુત્ર રોષે ભરાયો હતો અને છરીના ઘા સમીરને ઝીંકી દીધા હતાં.

(3:00 pm IST)