Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આરટીઓ દ્વારા રોડ સલામતી અને એઇડસ વિષે જાગૃતી માટે કેમ્પ યોજાયો

રાજકોટઃ  વિશ્વ એઇડસ દિવસના ભાગરૂપે તારીખ ૩-૧ર-ર૦ર૧ના રોજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ તેમજ આરટીઓ રાજકોટ તેમજ શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ પ્રગતી સમાજ રાજકોટ એન.જી.ઓ.ના સંયુકત ઉપક્રમે એચઆઇવી-એઇડસ અને રોડ સેફટી સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આ આ કાર્યક્રમમાં રાજકોટ આરટીઓ ઓફીસર પી.બી.લાઠીયા તેમજ આઇઓસી બોટલીંગ પ્લાન્ટ જનરલ મેનેજર એમ.બાલારાજુ તેમજ એન.જી.ઓ.માંથી પ્રમુખશ્રી  શામજીભાઇ ખુંટ હાજર રહેલ. આ કાર્યક્રમમાં આઇઓસી ગેસ પ્લાન્ટના ડ્રાઇવરોની રોડ સેફટી તેમજ એચઆઇવી-એઇડસ વિશે માહીતી આપવામાં આવી તેમજ મેડીકલ ચેકઅપ કેમ્પના માધ્યમથી કલીનીકલ સેવાઓ આપવામાં આવેલ હતી. 

(3:00 pm IST)