Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આજે હોમગાર્ડ ડે

રાજકોટ : આજે હોમગાર્ડ દિવસ છે. રાજયમાં ગૃહરક્ષકદળ (હોમગાર્ડ) ની સ્થાપના ૬ ડીસેમ્બર ૧૯૪૭ ના કરવામાં આવી હતી. તત્માલીન સમયે હોમગાર્ડ દળમાં માત્ર ૧૮૫૦ જવાનો હતા. આજે ૫૦ હજારથી વધુસંખ્યામાં જવાનો છે. દળના જવાનો જાનની પરવા કર્યા વગર ફરજ બજાવે છે. આગ, લુંટ, કાયદાની જાળવણી, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી કે કોઇપણ કુદરતી આફતોમાં પણ ખડેપગે સેવા આપે છે. રકતદાન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિમાં પણ મોખરે રહે છે. ચુંટણી બંદોબસ્ત, વીઆઇપી સુરક્ષા, નાઇટ પેટ્રોલીંગ, ટ્રાફીક, ઇમરજન્સી સેવામાં હોમગાર્ડ દળની મદદ લેવામાં આવે છે.

આગઉ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડની માનદ પોષ્ટ હતી. આજે ડાયરેકટર જનરલ ઓફ પોલીસના ઉચ્ચ હોદા સાથે કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ માટે પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે. છેલ્લા ૧૩ વર્ષની હોમગાર્ડ કમાન્ડન્ટની જગ્યા ભરાઇ નથી. ઇન્ચાર્જથી ગાડુ ગબડાવ્યે જવાય છે. ગૃહખાતામાં જ કામ કરનાર પોલીસ અને હોમગાર્ડ વચ્ચે રાજય સરકાર ઘણો મોટો ભેદભાવ રાખે છે. એકને ગોળ બીજાને ખોળ જેવી નીતિ અખ્યાતર થાય છે. પોલીસને ૫૮ વર્ષ અને હોમગાર્ડને ૫૫ વર્ષે સેવા નિવૃત્ત કરી દેવાય છે. રાજયભરમાં તાલીમ વગરના ટ્રાફીક વોર્ડન અને પોલીસ મિત્ર જેવા ગતકડા ઉભા કરી તાલીમબધ્ધ પેરા મિલ્ટ્રી ફોર્સ ગણાતા હોમગાર્ડ દળના જવાનોને હાસ્યામાં ધકેલી દેવાયા છે. હોમગાર્ડ દળમાં સંપૂર્ણ લાયકાત ધરાવતા જવાનોને લોકરક્ષક દળ, પીએસઆઇ, એસઆરપી ભરતીમાં અગ્રતા આપવી જોઇએ. સામે હોમગાર્ડ જવાનોના અનેક પ્રશ્નો મો ફાડીને ઉભા છે. છતા આજ સુધી ઉકેલ આવ્યો નથી. હોમગાર્ડ જવાનોના પ્રશ્નો તાકીદે ઉકેલવામાં આવે તેવી આજે હોમગાર્ડ ડે નિમિતે અપેક્ષા રાખીએ.

- ગજેન્દ્રસિંહ ડી. ઝાલા,

પૂર્વ હોમગાર્ડ-રાજકોટ

(2:56 pm IST)