Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સ્વ.અભયભાઈએ શરૂ કરેલ ભાવાંજલી કાર્યક્રમ દર વર્ષે યોજાશે જ

પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન : એન.એસ.ભટ્ટ- સુધીરભાઈ જોશી- જયદેવભાઈ જોશી- ડો.પ્રકાશ મોઢા- ડો.અલ્પનાબેન ત્રિવેદીને પરશુરામ એવોર્ડ અર્પણ

રાજકોટઃ પરશુરામ યુવા સંસ્થાના દ્વારા ગત રાજયસભાના પુર્વસાંસદ, જાણીતા ધારાશાસ્ત્રી, બ્રહ્મસમાજના મોભી અને સંસ્થાના આદ્યસ્થાપક સ્વ.અભયભાઈ ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે 'પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ'નું આત્મીય કોલેજના ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫ બ્રહ્મશ્રેષ્ઠીઓને સન્માનિત કરી અનોખી રીતે ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના દિપપ્રાગટય સાથે જ સાંઈરામ દવેએ ભકિત સંગીત સાથે શબ્દાઅંજલી અર્પણ કરી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં ન્યાયક્ષેત્ર એડવોકેટ એન.એસ. ભટ્ટને, સામાજિક અને રાજકીય ક્ષેત્ર સુધીરભાઈ જોશીને, ઔદ્યોગિક અને સામાજિક યોગદાન બદલ, જયદેવભાઈ જોષી (કે રસિકલાલ વાળા બાબુલિભાઈ) આરોગ્ય ક્ષેત્રે અને કન્યા કેળવણીમાં યોગદાન બદલ ડો.પ્રકાશ મોઢાને તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ડો.અલ્પનાબેન (હેલીબેન) ત્રિવેદીને કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને સંતોના શુભ હસ્તે પરશુરામ એવોર્ડની સાથે સાથે રૂદ્રાક્ષ, શ્રીફળ જેવા પવિત્ર પંચદ્રવ્યો અર્પણ કરી બહુમાન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

હૃદયસ્થ અભયભાઈએ ૧૯૯૬માં શરૂ કરેલ સંસ્થાએ ૨૫ વર્ષમાં ૭૦ બ્રહ્મરત્નોનું આ એવોર્ડ એનાયત કરી બહુમાન કર્યું છે. ત્યારે સ્વ.અભયભાઈએ શરૂ કરેલી પરંપરા હવેથી દર તા.૧ ડિસેમ્બરે સંસ્થાના અધ્યક્ષ અંશ અભયકુમાર ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાવાંજલી રૂપે કાર્યક્રમ યોજી નિભાવવામાં આવશે. એમ પરશુરામ યુવા સંસ્થાનના નિરંજનભાઈ દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના પુર્વ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પુર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર પ્રદિપભાઈ ડવ, મહેસાણાના ડીસ્ટ્રીકટ જજ પ્રફુલભાઈ ગોકાણી, આટર્સ વિદ્યા મંદિરના પ.પૂ.સંતરી પરમાત્મા નંદજી સરસ્વતી, સંતશ્રી ત્યાગવલ્લભ સ્વામી, પૂ.સંતશ્રી ઘનશ્યામજી મહારાજ, સંતશ્રી જયંતિરામ બાપા, સંતશ્રી રમેશભાઈ શુકલ, પ્રદેશ ભાજપ અગ્રણી- બ્રહ્મઅગ્રણી, નિતીનભાઈ ભારદ્વાજ તથા બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોષી, સંગીત નાટય એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, જાણીતા સાહીત્યકાર સાંઈરામ દવે, લુણાવાળા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઈ પંડયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કૌશીક શુકલ, કમલેશભાઈ જોષીપુરા, દર્શિતભાઈ જાની, ડો.હેમાંગભાઈ વસાવડા, શૈલેષભાઈ ઠાકર, શૈલેષભાઈ જાની, બ્રહ્મ કોર્પોરેટરો આ તકે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભયભાઈ સાથેના કોલેજકાળના સ્મરણો તાજા કરી ભાવપુર્ણ શબ્દાજંલી અર્પણ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા સંસ્થાના શ્રી નીરંજનભાઈ દવે, અંશભાઈ ભારદ્વાજ, પંકજભાઈ દવે, સમીરભાઈ ખિરા, દિપકભાઈ ભટ્ટ, અતુલભાઈ જોષી, કૃણાલભાઈ દવે, જયદેવભાઈ જોષી, જયેશભાઈ ભટ્ટ, દિપકભાઈ સુળીયા, ભાવિનભાઈ ભટ્ટ, રૂચિતભાઈ પંડયા, અમીતભાઈ ખિરા, યોગેશભાઈ ભટ્ટ, કપિલભાઈ શુકલ, નિલેશભાઈ મહેતા, વિક્રમભાઈ જોષી, વિજયભાઈ જોષી, સૌરવભાઈ જોષીપ, રાજેશભાઈ મહેતા, નિશ્ચલભાઈ જોષી, પ્રદિપભાઈ બોરીસાગર, શ્રેયસભાઇ શુકલ, નિલભાઈ શુકલા, નૈમીશભાઈ જોષી, દર્શનભાઈ પંડયા, પુર્વેશભાઈ ભટ્ટ, પરીમલભાઈ પંડયા, આશીષભાઈ મહેતા, બ્રિજેશભાઈ રાજગોર, હર્ષિલભાઈ ઠાકર, જયભાઈ મહેતા, કેયુરભાઈ પંડયા, લંકેશભાઈ પુરોહીત, ચેતનભાઈ પુરોહીત, વિજયભાઈ દવે, આનંદભાઈ જોષી, દર્શનભાઈ ત્રિવેદી, પાર્થભાઈ ત્રિવેદી, જૈનીશભાઈ સમગ્ર પરશુરામ યુવા સંસ્થાની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(2:55 pm IST)