Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સસ્તા અનાજના દૂકાનદારોનો DSO સામે ઉકળાટઃ અમારે ''તુવેરદાળ'' નથી જોઇ'તીઃ કોઇ ''ભાવ'' પૂછતું નથી !!

ગરીબોને અપાતી અને ખૂલ્લા બજારમાં મળતી તુવેરદાળના ભાવમાં વધૂ કોઇ ફેર નથી !! : ખોટા અમારા નાણા રોકાય છેઃ એના કરતા ફરતી....ફરતી...વસ્તુ દર મહિને આપો.... :સડેલા ઘઉં આપવાનું બંધ કરોઃ કાર્ડ હોલ્ડરો દર વખતે દેકારો કરે છે..

રાજકોટ તા.૪ : રાજકોટના સસ્તા અનાજની દૂકાનદાર એસો.ના અગ્રણીઓએ ગઇકાલે બપોર બાદ જીલ્લા પૂરવઠા અધીકારીને રૂબરૂ મળી નવો ધોકો પછાડયો છે.

ડીએસઓ સમક્ષ ઉકળાટ ઠાલવતા દૂકાનદારોએ જણાવ્યું હતું કે તમે જે તુવેરદાળ આપો છો, તે અમારે નથી જોઇતી...અમે દરમહિને પૈસા ભરી-ચલણ લઇ દાળ પ૦ ટકા લોકો-કાર્ડ હોલ્ડરો લેતા નથી, પડતર રહેછે....જેથી અમારા નાણા ખોટા રોકાય છે.

દૂકાનદારોએ ઉમેર્યું હતું કે સસ્તા અનાજની દૂકાનેથી મળતી ૭૧ ના કિલો લેખેની તુવેરદાળ અને ખૂલ્લા બજારમાં મળતી તુવેરદાળના ભાવમાં બહુ વધૂ ફરક નથી...આથી કાર્ડ હોલ્ડરો દાળની ડીમાન્ડ કરતા નથી...આના કરતા દરમહિને ફરતી ફરતી વસ્તુઓ આપો તો તેનો કાર્ડ હોલ્લ્ડરોને લાભ મળશે.

દૂકાનદારોએ આ ઉપરાંત બોગસ ફીંગર પ્રિન્ટ અને  બોગસ સોફટવેર કૌભાંડમાં સંડોવાયેલ રપ વેપારીઓ અંગે પણ એસો.આ લોકોને છાવરવા નથી માંગતુ જણાવી નીર્દોષ હેરાન ન થાય તે જોવા પણ રજુઆતો કરી હતી, અને દર મહિને ગરીબોને લડેલા ઘઉં અપાય છે...લોકો દેકારો કરે છે. આથી ઘઉંની કવોલીટી સૂધારવા ઉપર ખાસ ભાર ભૂકયો હતો.

(11:42 am IST)