Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી ચોરાઉ બાઇક સાથે નેપાળી શખ્સને ગાંધીગ્રામ -2 પોલીસે પકડ્યો: જૂનાગઢથી વાહન બે મહિના પહેલા ચોરાયું હતું

રાજકોટ:યુનિવર્સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પો.હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી તથા બળભદ્રસિંહ જાડેજાને હકીકત મળેલ કે સાધુવાસવાણી રોડ રાજ પેલેસ ચોક ડીલક્સ પાનની બાજુમા કાળા રંગના હીરો પ્લેંડર મો.સા. રજી.નં. જી.જે. ૧૧ એ.જે ૫૮૦૯ સાથે એક શખ્સ ઉભેલ છે અને તેની પાસેનું મો.સા. ચોરીનું છે.જેથી હકિકત આધારે એ શખ્સને પકડી ચોરાઉ બાઇક સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તેની ૪૧ (૧) ડી મુજબ અટક કરવામા આવેલ છે. મો.સા. બાબતે પોકેટકોપ મોબાઇલમા સર્ચ કરતા રામજીભાઇ ઉગાભાઇ વાણવી રહે. જુનાગઢનુ હોવાનું ખુલ્યું હતું.  જે બે મહિના પહેલા જુનાગઢ ભાલોડીયા હોસ્પીટલ પાસેથી ચોરી થયુ હતું. 

આરોપી યમબાહદુર લાલબાહદુર ખત્રી નેપાળી રહે, પર્ણકુટીર પોલીસ ચોકી સામે સવન સીલ્વર કોમ્પલેક્સના પગી રૂમમા રાજકોટને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

 શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ)ની સૂચના મુજબ આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.હેડ.કોન્સ. હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, રાજુભાઇ મીયાત્રા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલએ કરી હતી.

(10:54 am IST)