Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ટીમોની વહેલી સવારે છોટુનગર, ઘંટેશ્વર, રૈયાધારમાં દારૂની ડ્રાઈવ: ૮ પકડાયા, ૮ શખ્સોના ઘરે નિલ રેઇડ: પીઆઇ વાળા, પીઆઇ ચાવડા અને ટીમોની ડીસીપી જાડેજા, એસીપી દીયોરાની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટ: આજે રવિવારે વહેલી સવારે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ દારૂની ડ્રાઇવે યોજી ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તાર તથા છોટુનગર મ.પરા વિસ્તારમાં તેમજ રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડી મહિલાઓ સહિત ૮ને દારૂ સાથે પકડ્યા હતા.

ગાંધીગ્રામ પોલીસે વજુ બાઘુભાઇ વાજેલીયા ઉ.વ.૨૭ રહે છોટુનગર મપરા શેરી નં ૦૨ એરપોર્ટ રોડ , મધુબેન ઉર્ફે મધી દેવરાજ વાજેલીયા ઉ.વ.૩૦ રહે હનુમાનમઢી પાસે છોટુનગર મ.પરા શેરી નં.૦૧ એરપોર્ટ રોડ અને જીતેષ ઉર્ફે ચકો કાળુભાઇ ઢાંઢનપરીયા ઉવ.૪૫ રહે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર નવી મસ્જીદની સામે જામનગર રોડ રાજકોટ મુળ કુબલીયાપરા મ.પરાને પકડી દેશી દારૂ લીટર-૦૮ કિ.રૂ.૧૬૦૪ તેમજ દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦નો કબ્જે કર્યો હતો.

જ્યારે યુનિવર્સિટીની ટીમે સાગર બાબુભાઇ સાડમીયા રહે, રૈયાધાર, દશામાના મંદીર પાસે , સાગર રાયધનભાઇ સાડમીયા રહે, રૈયાધાર, દશામાના મંદીર પાસે,  અજય ઉર્ફે બીસો કાળુભાઇ મકવાણા રહે. રૈયાધાર, મ.પરા ચારબાઇમાના મંદીર પાસે, વસંતબેન બાબુભાઇ વાજેલીયા રહે. રૈયાધાર મ.પરા દશામાના મંદીર પાસે તથા નીમુબેન  રાજુ વઢવાણીયા રહે. રૈયાધાર મ.પરાને પકડી દેશી દારૂ લી.૫૫ કિ.રૂ.૧૧૦૦નો કબ્જે કર્યો છે. નિમુ હદપાર હોવા છતા મળી આવતા હદપારી ભંગ અંગે અલગથી ગુન્હો દાખલ કરવામા આવેલ છે.)

ઉપરાંત કુલ ૮ ઇસમોના ઘરે પ્રોહિબિશન અંગે નિલ રેઇડ કરાઈ હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ એહમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ સવારમાં કલાક-૦૬/૩૦ વાગ્યાથી  ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા એ.એસ.આઇ. જે.એસ.હુંબલ તથા મહીલા કોલેજ પો.ચોકી સ્ટાફ પો.હેડ.કોન્સ. ખોડુભા જાડેજા તથા ડી-સ્ટાફના માણસો તથા બજરંગવાડી ચૌકી સ્ટાફ તેમજ પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. ડી.વી. બાલસરા તથા પંચાયતનગર પોલીસ ચોકી ટીમ તથા રૈયાધાર પોલીસ ચોકી ટીમ તથા ડી-સ્ટાફ ટીમ ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. દ્વારા થઈ હતી.

(11:36 am IST)