Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

શ્રીમદ્ ગીતા સાર : ભગવાન હંમેશા ન્યાયની સાથે અને અન્યાયની વિરૂધ્ધ

માગસર સુદ ૧૧ વૈકુઠ એકાદશીએ ગીતાજીની જન્મજયંતી છે. શ્રી ગીતાજી અઢાર અધ્યાયમાં વિભાજીત છે. તેના સાતમો શ્લોક છે, મહાભારતની કથામાં મૂળભૂત સામુહીક પાત્રો છે પાંચ પાંડવોએ પાડુ પુત્રો છે અને કૌરવો ધૃતરાષ્ટ્રના પુત્રો છે. કૌમાર્યાવસ્થામાં કુંતીને સુર્યનારાયણના મંત્ર દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો તે કર્ણ પણ મૂળ પાંડવ જ છે. સમાજને કારણે કુંતીએ તે પુત્રને ત્યજી દીધો અને રાધા નામની શુદ સ્ત્રીએ ઉછેર્યો તેથી તે શ્રુત પુત્ર તરીકે ઓળખાયો. કર્ણને જીવનભર એક રહસ્ય સતાવતુ હતુ કે મારો પિતા કોણ ? શસ્ત્રસ્પર્ધામાં શ્રુતપુત્ર હોવાના કારણે કર્ણનો છેદ ઉડી ગયો. સ્વયંવરમાં શ્રુતપુત્ર હોવાના લીધે દ્રૌપદીએ કર્ણને વરવાનો ઇન્કાર કરી દીધો. મહાભારતના યુધ્ધનુ મુળ જુગાર અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે અને હોડમાં દ્રૌપદીના હારી ચુકેલા પતિ કશું જ કરી શકતા નથી ત્યારે નિઃસહાય દ્રૌપદી ચીસ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના ચીર પુરે છે. દ્રૌપદી અને શ્રીકૃષ્ણનો સંબંધ કોઇપણ નામના પાટીયા વિનાનો સાચો સબંધ છે. આમ અર્જુન અને દ્રૌપદીના કારણે શ્રીકૃષ્ણ પાંડવોની પડખે છે. બીજુ કારણ એ છે કે પાંડવોનો પક્ષએ ધર્મ અને ન્યાયનો પક્ષ છે. ભગવાન હંમેશા ધર્મ અને ન્યાયની પડખે અને અન્યાયની સામે હોય છે. ગીતાજીનું જન્મસ્થાન યુધ્ધભૂમી છે. કુરૂક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુધ્ધ સમયે પાર્થને સારથી શ્રીકૃષ્ણએ જે જ્ઞાન આપ્યુ તે ગીતાજી છે.

શાસ્ત્રી શ્રી બટુક મહારાજ

કાળીપાટ સ્વામીનારાયણ મંદિરના પુજારી

(4:12 pm IST)