Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિ યુવા મંડળ દ્વારા રવિવારે સમૂહલગ્ન : ૧૧ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાશે

રાજકોટ, તા. ૬ : મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિના આંગણે સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જ્ઞાતિ આગેવાનોએ જણાવેલ કે સતત ૧૫મા વર્ષે આયોજીત આ સમૂહલગ્નમાં ૧૧ યુગલો જોડાશે. વિવાહ પાર્ટી પ્લોટ, ડિ-માર્ટવાળી શેરી કુવાડવા રોડ, ૫૦ ફૂટ રોડ ખાતે આયોજીત આ અવસરે બપોરે ૧૨ વાગ્યે જાન આગમન, ૨ વાગ્યે સામૈયા, ૩ વાગ્યે હસ્તમેળાપ અને સાંજે ૬ વાગ્યે જાનને વિદાય અપાશે.

અંદાજીત ૩૫૦૦ થી ૪૦૦૦ જ્ઞાતિજનો માટે ભોજન સમારોહ યોજાશે. દરેક દિકરીઓના દાતાઓના સહયોગથી વિવિધ જીવન ઉપયોગી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. આ કાર્યક્રમની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્ટી હિંમતલાલ કેશવલાલ ચૌહાણ, ટ્રસ્ટી વિનોદભાઈ નાનાલાલ મકવાણા, ટ્રસ્ટી વિનોદકુમાર કેશવલાલ પીઠડીયા, જ્ઞાતિ યુવા મંડળ કારોબારી પ્રમુખ કિશનભાઈ રાજેન્દ્રભાઈ લીમ્બડ, ઉપપ્રમુખ ધર્મેશભાઈ નરેન્દ્રભાઈ પરમાર, મંત્રી દિપકભાઈ મનસુખલાલ સોલંકી, સહમંત્રી મહેન્દ્રભાઈ દુર્લભજીભાઈ વાઘેલા, ખજાનચી હીરેનભાઈ જેન્તીભાઈ ચૌહાણ, તેમજ યુવા મંડળ કારોબારી ઉમેશભાઈ મનસુખલાલ રાઠોડ, કેતનભાઈ જયેશભાઈ પીઠડીયા, જ્ઞાતિ યુવા મંડળ કારોબારી પ્રમુખ કિશનભાઈ રાજેન્દ્રભાઈ લીમ્બડ, ઉપપ્રમુખ ધર્મેશભાઈ નરેન્દ્રભાઈ પરમાર, મંત્રી દિપકભાઇ મનસુખલાલ સોલંકી, સહમંત્રી મહેન્દ્રભાઈ દુર્લભજીભાઈ વાઘેલા, ખજાનચી હિરેનભાઈ જેન્તીભાઈ ચૌહાણ, તેમજ યુવા મંડળ કારોબારી ઉમેશભાઈ મનસુખલાલ રાઠોડ, કેતનભાઈ જયેશભાઈ પીઠડીયા, જયેશભાઇ જેન્તીભાઈ ગોહેલ, કૌશિકભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ નટુભાઇ પીઠડીયા, જયદીપભાઈ પ્રવિણભાઈ પરમાર, દિલીપભાઈ ભીમજીભાઈ પીઠડીયા, તેમજ સહકાર આપનાર કાર્યકરો રજનીકાંત તુલસીભાઈ સાંચલા, હિતેશભાઈ ગોપાલભાઈ પીઠડીયા, જીતેશભાઈ રતીભાઈ રાઠોડ, મહિલા મંડળના પ્રમુખ મીનાબેન જયેન્દ્રભાઈ પીઠડીયા, ઉપપ્રમુખ નિર્મળાબેન મનહરભાઈ ખેરડીયા, મંત્રી મીનાબેન જયેશકુમાર પીઠડીયા, સહમંત્રી યોગીતાબેન મયુરભાઈ ગોહેલ, ખજાનચી કલ્પનાબેન બીપીનભાઈ રાઠોડ, સહ ખજાનચી મીનાબેન યોગેશભાઇ પીઠડીયા તેમજ મહિલા મંડળ કારોબારી સભ્યો કિર્તીદાબેન અતુલભાઈ સાંચલા, અમિતાબેન શશીકાંતભાઈ પીઠડીયા, તરૂલતાબેન વૃજલાલ પીઠડીયા, જયશ્રીબેન ચંદ્રેશભાઈ સોલંકી, હર્ષાબેન યોગેશભાઈ પીઠડીયા, મધુબેન અરવિંદભાઈ પીઠડીયા, જગશ્રીબેન ઉમેશભાઈ રાઠોડ, ચેતનાબેન રાજેશભાઈ ગોહેલ, મનીષાબેન જયેશભાઈ ગોહેલ, હીનાબેન જગદીશભાઈ સાંચલા, હેતલબેન મેહુલભાઈ સોલંકી વગેરે જ્ઞાતિના મહાનુભાવો તથા સમસ્ત રાજકોટ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહી આર્શીવચન આપવા રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિ ટ્રસ્ટ એ ૧૪ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા હિંમતભાઈ ચૌહાણ, વિનોદભાઈ પીઠડીયા, કિશનભાઈ લીંબડ, મહેન્દ્રભાઈ વાઘેલા, ધર્મેશભાઈ પરમાર, દિપકભાઈ સોલંકી, કેતનભાઈ પીઠડીયા, દિલીપભાઈ પીઠડીયા, ઉમેશભાઈ રાઠોડ, હિરેનભાઈ ચૌહાણ, મિનાબેન પીઠડીયા, તરૂલતાબેન પીઠડીયા, કાયનાબેન રાઠોડ, રજનીકાંત સાચેલા, હિતેશભાઈ પીઠડીયા, જીતુભાઈ રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)
  • હૈદ્રાબાદના પોલીસ એન્કાઉન્ટર સામે મેનકા ગાંધીનો પ્રચંડ રોષઃ પૂર્વ કેબીનેટ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે જે કાંઈ થયુ છે તે દેશ માટે ખૂબ જ ભયાનક થયુ છેઃ તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહિં. કોર્ટે આરોપીઓને કોઈપણ ભોગે ફાંસીએ લટકાવ્યા હોત. કાયદાની જરૂરી પ્રક્રિયાઓ : પહેલા જો તમે એને ગોળીએ દેશો તો અદાલતો, કાનુન અને પોલીસની શું જરૂર રહેશે? access_time 12:55 pm IST

  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • વિવાદાસ્પદ સ્વયંભૂ બાબા નિત્યાનંદ સ્વામીનો પાસપોર્ટ રદ કરતી ભારત સરકાર : પાસપોર્ટ માટેની નવી અરજી પણ રદ કરી દીધી access_time 8:20 pm IST