Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

શેઠ હાઈસ્કૂલમાં ''વિશ્વ એઈડ્સ દિવસ''ની ઉજવણી

શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં તા.૧ ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણીના ભાગ રૂપ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રેડરિબન તૈયાર કરવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષક એમ.એ.વ્હોરા દ્વારા એઈડસ રોગની ભયાનકતાનો ચિતાર આંકડાકીય માહિતી સાથે આપવામાં આવ્યો હતો. એઈડ્સ રોગ વિષે વિદ્યાર્થીને માહિતગાર કરવા વિશેષ ઉપસ્થિત રહેલા અરૂણભાઈ દવેનું સ્વાગત રૂમાલ તેમજ પુસ્તક આપી શાળાનાં શિક્ષક વી.એ.પુંજાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અરૂણભાઈ દવેએ વિદ્યાર્થીને સમયપાલન, સ્વચ્છતા, આરોગ્યની જાળવણી માટે શું કરવું? તેની અનેક ઉદાહરણો સાથે સમજ આપી હતી. એઈડ્સ વિષે સરળ ભાષામાં સમજ  આપી હતી. આભારવિધિ વી.એ.પુંજાણીએ સંચાલન એમ.એ.વ્હોરાએ કર્યું હતું. શાળાના આચાર્ય ડો.તુષારભાઈ પંડ્યા સાથે શાળાના તમામ શિક્ષકો સર્વશ્રી ડો.વી.આર.ભટ્ટ, એમ.ડી.જારીયા, વી.વી.સોરઠિયા, બી.ટી.રાઠોડ હાજર રહ્યા હતા.

(4:05 pm IST)