Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આજે 'હોમગાર્ડ ડે' પ્રસંગે કચેરીમાં કોંગ્રેસના ધરણા

રાજકોટ : આજે 'હોમગાર્ડ-ડે' પ્રસંગે શહેર કોંગ્રેસનાં આગેવાનો કોર્પોરેટર અતુલ રાજાણી, પુર્વ હોમગાર્ડ ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજયનાં પ૦ હજાર જેટલા જવાનોનો પેન્ડીંગ પ્રશ્નોનો ઉકેલ લાવવાની માગણી સાથે 'હોમગાર્ડ' કચેરીમાં ધરણા પ્રદર્શન કર્યુ હતું તે વખતની તસ્વીર. હવે આ બાબતનું આવેદન પત્ર એસીપી અને ડીવાયએસપીને અપાશે તેમ ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું. આ ધરણા કાર્યક્રમમાં રવજીભાઇ ખીમસુરીયા, સરલાબેન પાટડીયા, મીતુલ દોંગા, મેઘજીભાઇ રાઠોડ (પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન આરએમસી) ચંદ્રેશભાઇ રાઠોડ, કેતનભાઇ જરીયા (વોર્ડ  પ્રમુખ) હિતાક્ષીબેન વાડોદરીયા ડાયાભાઇ શેઠીયા, નવીનભાઇ પાટડીયા, દિલીપભાઇ આસવાણી વગેરે જોડાયા હતાં.

(3:58 pm IST)
  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST

  • જાણીતા ઉદ્યોગપતિ કે એમ. બિરલાએ કહ્યું કે મોદી સરકાર જો કોઈ રાહતો નહિં આપે તો વોડાફોન - આઈડિયા બંધ કરી દેવા પડશે access_time 12:55 pm IST

  • કોંગ્રેસના મહિલા નેતા શર્મિષ્ઠા મુખરજીએ હૈદરાબાદ ખાતે ૪ બળાત્કારીઓના એનકાઉન્ટર અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે આ બનાવની તપાસ થવી જોઈએ. દેશ આખામાં તેલંગણા પોલીસ ઉપર પ્રશંસા વર્ષા થઇ રહી છે ત્યારે મહિલા નેતાના ઉચ્ચારણોથી ભારે નારાજગી સર્જાય છે. access_time 12:54 pm IST