Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ચાણકય વિદ્યામંદિરમાં વાલીસંમેલન

રાજકોટઃ ચાણકય પ્રાથમિક વિદ્યામંંદિરના પ્લેહાઉસથી ધો.૧૨ના ના વિદ્યાર્થીઓના વાલીઓનું ''વાલી સંમેલન'' તાજેતરમાં જ હેમુ ગઢવી હોલમાં યોજાઇ ગયું ''ઘર એજ વિદ્યાલય'' તે વિષય પર મુખ્ય વકતા તરીકે પ્રતિકભાઇ કાછડિયા આમંત્રિત હતા તેઓની સાથે સ્ટેજ પર શાળાના મેનેજીંગ ટ્રસ્ટિશ્રી પ્રવીણભાઇ રૂપાણી, ટ્રસ્ટિશ્રી દેવાંગીબેન ખોખાણી, શ્રી દિપાબેન દેસાઇ, નિયામક શ્રી નિલેશભાઇ દેસાઇ, શ્રી ઓજસભાઇ ખોખાણી ઉ.માધ્યમિક શાળાના પ્રિન્સિપાલશ્રી હર્ષિદાબેન આરદેશણા, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલશ્રી ચંદ્રકાન્તભાઇ વ્યાસ હાજર રહ્યા. વાલી સંમેલનની શરૂઆત સંગીત શિક્ષકશ્રી ઉત્પલાબેન જાદવાણીએ પ્રાર્થના દ્વારા કરાવેલ. આવી ત્યાર ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલશ્રી હર્ષિદાબેન આરદેશણાએ મહેમાનશ્રીનો પરિચય અને સ્વાગત પ્રવચન કરેલ. પ્રસંગોચિત પ્રવચન શાળાના મેનેજીંગ ટ્રસ્ટિ શ્રી પ્રવિણભાઇ રૂપાણીએ આપેલ. પ્રતિકભાઇ કાછડિયાએ ''ઘર એ જ વિદ્યાલય'' વિષય પર પોતાની વાત રજુ કરતા કહ્યું કે બાળકોની યુનિકનેસ જાળવી રાખો તેજ તેને ઉપર લઇ જાશે. સિસ્ટમનો નાળ પકડીને ભાગવાને બદલે સિસ્ટમ સમજો. બાળકોને વટવૃક્ષ બનાવવા હોય તો થોડી જવાબદારી આપો. કાર્યક્રમનાઅંત રાષ્ટ્રગીતનું ગાન કરાવાયેલ.

(3:43 pm IST)