Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે બકુલ રાજાણી સહિતના હોદેદારોએ ઉમેદવારી નોંધાવી

પ્રમુખ માટે પિયુષ શાહ-બકુલ રાજાણી, ઉપપ્રમુખ માટે ઇન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારીઃ સેક્રેટરી માટે જયેશ બોઘરા, મનોજ તંતી અને જીજ્ઞેશ જોષી વચ્ચે સ્પર્ધા થશેઃ ટ્રેઝરર માટે ડી. બી. બગડા રક્ષિત કલોલા-જયેશ બુચ જોઇન્ટ સેક્રેટરી માટે કેતન દવે અને સંજય જોષીની ઉમેદવારીઃ ફોર્મ પરત ખેંચવાની મુદત પુરી થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટ : બાર એસો. ની ચૂંટણીમાં આજે પ્રમુખ સહિતના વિવિધ હોદાઓ ઉપર ર૦ થી વધુ ફોર્મ ભરાયા હતાં. પ્રસ્તુત તસ્વીરોમાં સેક્રેટરીની જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવનાર જયેશ બોઘરા, ઉપપ્રમુખના ઉમેદવાર ઇન્દ્રસિંહ ઝાલા, સહિતના હોદેદારોના ટેકામાં મોટી સંખ્યામાં વકીલો જોડાયાનું પ્રથમ તસ્વીરમાં દર્શાય છે. બાજુની તસ્વીરમાં જયેશ બોઘરા પોતાનું ફોર્મ ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કરતાં દર્શાય છે. નીચેની તસ્વીરોમાં જયેશ બોઘરાને મીઠુ મોઢુ કરાવતાં ભગીરથસિંહ ડોડીયા, ધીમંત જોષી,  જણાઇ છે. બાજુની તસ્વીરમાં ઉપપ્રમુખપદના ઉમેદવાર ઇન્દ્રસિંહ ઝાલા સાથે એડવોકેટ પ્રદિપ ડવ, કમલેશ કોઠીવાર, વિમલ ડાંગર, બાજુમાં બોઘરા સાથે કમલેશ શાહ અને ઢોલ નગારા સાથે ઉમેદવારો સાથે ટેકેદાર વકીલો દર્શાય છે. નીચેની તસ્વીરોમાં વિવિધ જગ્યાઓ ઉપર ઉમેદવારી નોંધાવનાર પ્રમુખપદના ઉમેદવાર પિયુષભાઇ શાહ સહિતના હોદેદારો નજરે પડે છે. છેલ્લી તસ્વીરોમાં પ્રમુખપદના ઉમેદવાર બકુલભાઇ રાજાણી સાથે શ્યામલ સોનપાલ, ચીમનભઇ સાંકળીયા, પિયુષ શાહ, કમલેશ શાહ નજરે પડે છે. બીજી તસ્વીરમાં બકુલ રાજાણી સાથે સંજય જોષી, હેમલ ગોહેલ, જયેશ બુચ ઉમેદવારો ત્થા અન્ય વકીલો નજરે પડે છે.

રાજકોટ તા. ૬ :.. રાજકોટ બાર એસો. ની ચૂંટણીમાં આજે બીજા દિવસે પ્રમુખ સહિતના હોદાઓ ઉપર ફોર્મ ભરાતા સને ર૦ર૦ ની ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે.

ગઇકાલે પ્રમુખપદ માટે પિયુષભાઇ શાહે અને હરિસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે આજે પ્રમુખપદે માટે બકુલભાઇ રાજાણીએ બીજી ટર્મ માટે પણ પ્રમુખપદની જગ્યા માટે ફોર્મ ભરતાં પિયુષ શાહ અને બકુલ રાજાણી વચ્ચે તીવ્ર સ્પર્ધાના એંધાણ નજરે પડે છે.

ઉપપ્રમુખ પદની જગ્યા માટે આજે ઇન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે.

સેક્રેટરીની જગ્યા માટે આજે જયેશભાઇ બોઘરાએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે આ જગ્યા ઉપર જીજ્ઞેશભાઇ જોષી પણ બીજી ટર્મ માટે ઉમેદવારી કરનાર છે. જયારે મનોજભાઇ તંતીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

જોઇન્ટ સેક્રેટરીની જગ્યા માટે ગઇકાલે કેતનભાઇ દવેએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે આજે સંજયભાઇ જોષીએ પણ ઉમેદવારી નોંધાવી હતી.

જયારે ટ્રેઝરરની જગ્યા માટે આજે ડી. વી. બગડાએ ફોર્મ રજૂ હતું ગઇકાલે આ જગ્યા માટે રક્ષિતભાઇ કલોલાએ ઉમેદવારી નોંધાવી હતી. એડવોકેટ જયેશ બુચે પણ આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવી છે.

લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા માટે આજે સંદિપ વેકરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. આ જગ્યા ઉપર નિરવભાઇ પંડયાએ પણ ઉમેદવારી નોંધાવી છે.

કારોબારીની જગ્યા માટે જેઓએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં કેતનભાઇ મંડ, અજય પીપળીયા, સંજય જોષી, ગૌતમ રાજયગુરૂ, રવિ વાઘેલા, વિજય રૈયાણી, ધવલ મહેતા, પંકજ દોંગા, કેતન વાલવા, રાજેશ ચાવડા, હિરલ જોષી, શૈલેષ સુચક, કૈલાષ જાની, આનંદ રાધનપુરા, ઉર્મિલ મણીયાર પિયુષ સખીયા અને હેમલ ગોહેલનો સમાવેશ થાય છે.

આજે વધુ ફોર્મ ભરાતા હવે પ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, અને લાયબ્રેરીયન સેક્રેટરીની જગ્યા ઉપર સ્પર્ધાના એંધાણ ઉભા થયા છે.

પ્રમુખપદ માટે બકુલભઇ રાજાણીએ આજે ઉમેદવારી નોંધાવતા સીનીયર ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલ, ભાવીન વ્યાસ, રાજેશભાઇ જલું, તુષાર ગોકાણી, સહિતનાઓએ તેમનો ટેકો જાહેર કર્યો હતો.

બકુલભાઇ રાજાણી આ અગાઉ ર૦૧૮ માં ઉપપ્રમુખ માટે ચૂંટાયા હતાં. ર૦૧૯ ના ચાલુ વર્ષ માટે પ્રમુખપદે  ચૂંટાયા છે. અને તેઓ ફરી ર૦ર૦ માટે રીપીટ થાય તે માટે તેમના વિશાળ ટેકેદારો દ્વારા 'દિલ સે કહો બકુલ રાજાણી ફિરસે' ના સુત્રો વહેતા થયા છે.

પ્રમુખ માટે ચૂંટણી લડી રહેલા બકુલભાઇ ને રાજકોટના વિવિધ વકીલ મંડળોનો ટેકો મળી રહ્યાનું તેમના ટેકેદારોએ જણાવ્યું હતું.

રાજકોટ બાર એસો.ની સને ર૦ર૦ ની સાલ માટેની ચૂંટણીમાં આજે પ્રમુખ સહિતના હોદા અને ઉપર આજે ૧૮ વધુ ફોર્મ ભરાયા હતાં.

હજુ આવતીકાલે પણ ફોર્મ ભરવાની મુદત હોય વધુ ફોર્મ ભરાવવાની શકયતા છે. ફોર્મ પરત ખેંચવાની મુદત તા. ૯ ના સાંજના પાંચ વાગે પુરી થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

આગામી તા. ર૧ મી ડીસેમ્બરે બાર કાઉન્સીલની ગાઇડ લાઇન પ્રમાણે 'વન બાર વન વોટ' મુજબ ચૂંટણી યોજાશે. બાર એસો. ની ચૂંટણીમાં આજે વધુ ફોર્મ ભરાતા ચૂંટણીનું વાતાવરણ સ્પર્ધાત્મક બન્યું છે. 

(3:43 pm IST)