Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા ઉપલાકાંઠાના ભાજપના નવનિયુકત વોર્ડપ્રમુખ-મહામંત્રીનું સન્માન

રાજકોટઃ પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડની એક યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર ભાજપના તમામ વોર્ડમાં નવનિયુકત વોર્ડપ્રમુખ-મહામંત્રીની વરણી કરવામાં આવેલ. તે અંતર્ગત વિધાનસભા-૬૮માં સમાવિષ્ટ વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ ના ભાજપના નવનિયુકત વોર્ડપ્રમુખ-મહામંત્રીનું શહેરના સામા કાઠે આવેલ પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્ર દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ધારાસભ્ય અરવીંદભાઇ રૈયાણી, નગર પ્રાથમિક શઈક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ અગ્રણી ખીમજીભાઇ મકવાણા, કોર્પોરેટર દલસુખભાઇ જાગાણી, મુકેશભાઇ રાદડીયા, સજુબેન રબારી, દક્ષાબેન ભેસાણીયા તેમજ જીણાભાઇ ચાવડા, મુકેશભાઇ મહેતા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં.૪નાં પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઇ ઉધરેજા, મહામંત્રી દિનેશભાઇ ચૌહાણ, વોર્ડ નં.૫ના પ્રમુખ દિલીપભાઇ લુણાગરીયા, મહામંત્રી મુકેશભાઇ ધનસોત, મહામંત્રી દિનેશભાઇ ડાંગર વોર્ડ નં.૬ના પ્રમુખ ઘનશ્યામભાઇ કુગશીયા અને મહામંત્રી દુષ્યંતભાઇ સંપટ, મહામંત્રી વિરમભાઇ રબારી, વોર્ડ નં.૧૫ના પ્રમુખ સોમાભાઇ ભાલીયા, મહામંત્રી મહેશભાઇ બથવાર, મહામંત્રી રત્નાભાઇ મોરી, વોર્ડ નં.૧૬નાં પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રા અને મહામંત્રી જીતુભાઇ સીસોદીયા અને જતીનભાઇ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

(3:41 pm IST)
  • સોમવારે સંસદમાં નાગરિકતા સંશોધન ખરડો રજૂ થશે :ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા વહીપ આપ્યો: કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી ચુકી છે access_time 12:44 am IST

  • યુક્રેનમાં ભયંકર આગ ભભૂકી : એક વિદ્યાર્થીનું મોત : 14 લાપતા : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલ્સકીએ કહ્યું કે યુક્રેનના દક્ષિણી બંદરગાહ શહેર ઓડેસામાં આગ લાગી જેમાં એક છાત્રાનું મોત થયું છે અને અન્ય 14 લાપતા થયા છે access_time 1:25 am IST

  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST