Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પુનીતનગર વૃંદાવન સોસાયટીમાં પ્રકાશ વ્યાસના મકાનમાં દરોડોઃ જુગાર રમતા મહિલાઓ સહિત ૧૦ ઝડપાયા

તાલુકા પોલીસ મથકના પીઆઇ.જે.વી.ધોળાની બાતમીઃ મકાન માલિક પ્રકાશ તથા નયના, આરતીબા, ખુશ્બુ શવિતા, જલ્પા, સરોજ, માયાબા, રાજેશ્રીબા અને નયનાની અટકાયતઃ ૧.૧૪ લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા.૬: શહેરના દોઢસો ફૂટ રોડ પર પુનીતનગર પાસે વૃંદાવન સોસાયટીમાં તાલુકા પોલીસે વિપ્ર પ્રૌઢના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓ સહિત ૧૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જે.સીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયા અને જે.એસ ગેડમની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ એન.ેડી.ડામોર એએસ આઇ. એસ.ડી.ચુડાસમા, એએસઆઇ તૃષાબેન, અરજણભાઇ, ચંદ્રરાજસિંહ, ઉમેશભાઇ, ભગીરથસિંહ, તથા વિરેન્દ્રસિંહ તથા રૂપેશભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીઆઇ.જે. વી.ધોળાને મળેલી બાતમીના આધારે દોઢસો ફુટ રોડ પુનીતનગર વૃંદાવન સોસાયટી શેરી નં.૩માં રહેતા પ્રકાશ લાભશંકરભાઇ વ્યાસના મકાનમાં દરોડો પાડી મકાન માલિક પ્રકાશ વ્યાસ તથા શ્યામ હોલ પાસે ગુરૂકૃપા સોસાયટીની નયના વનરાજસિંહ સરવૈયા, વિરાણી ચોક રામકૃષ્ણનગર શેરી નં.૮ની આરતીબા વજેસિંહ રહે. ધરમનગર કવાર્ટર નં.૧૧ની ખુશ્બુ અમીતભાઇ દલવી, ગોંડલ ચોકડી પાસે રીધ્ધી સીધ્ધી પાર્ક શેરી નં.૧ની સવિતા હરેશભાઇ ઝાલા, પુનીતનગર કર્મચારી સોસાયટી શેરી નં.૧૧ની જલ્પા ભાવેશભાઇ વાઢેર, પુનીતનગર મેઇન રોડ વૃંદાવન સોસાયટી શેરી નં.૭ની માયાબા અમમીરજી પઢીયાર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ પર રહેતા રાજેશ્રીબા જયપાલસિંહ જાડેજા, અને ખોડીયાર સોસાયટી શેરી નં.૬ની નયના જગદીશભાઇ ચાવડા (ઉ.વ.૪૦)ને તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂ.૧,૧૪,૪૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

ટ્રાન્સપોર્ટનગરમાંથી જગદીશ ભરવાડ ઝબ્બે

શહેરના આજીડેમ પોલીસ મથકના પી.આઇ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ કનકસિંહ સોલંકી તથા શૈલષભાઇ સહિત બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ પાસે સર્વીસ રોડના ખૂણે ટ્રાન્સપોર્ટ નગરના મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા જગદીશ રામભાઇ જોગરાણા (ઉ.વ.૨૭) રહે.ચુનારાવાડ થોરાળા પોલીસ સ્ટેશન સામે) ને ૨૧૦૦૦ની રોકડ સાથે પકડી લીધો હતો ત્યારે જી.જે.૩એફ.જે.૬૫૫૧ અને જીજે.૩ કે.આર.૪૨૫૭ નંબરના બે બાઇક ચાલકો નાસી જતા બંનેની શોધખોળ આદરી છે.

(3:28 pm IST)