Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આશારામજી પબ્લિક સ્કુલ દ્વારા રવિવારે ગીતા જ્ઞાન પ્રતિયોગીતાના વિજેતાઓનું સન્માન

રાજકોટ તા. ૬: ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગીતા જ્ઞાનનો આવનારી પેઢીમાં પ્રસાર થાય તે માટે સંતશ્રી આશારામજી પબ્લિક સ્કુલ-રાજકોટ દ્વારા ધો. ૪ થી ૮ અને ધો. ૯ થી ૧ર એમ બે ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગત તા. ૧ ડીસેમ્બરના રોજ ગીતા પર આધારિત લેખિત  MCQ ટાઇપ લેખિત પરીક્ષા-શ્લોકગાન-વકતૃત્વ જેવી ત્રિવિધ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેનો ઇનામ વિતરણ સમારોહ તા. ૮ ના રવિવારે સાંજે ૪ થી ૭ દરમ્યાન સંતશ્રી આશારામજી પબ્લિક સ્કૂલ, ન્યારી ડેમ પાસે, કણકોટ રોડ ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેક પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે. ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

આ આયોજનને સફળ બનાવવા શાળા પરિવારના પરમેશ્વરભાઇ, લાલાભાઇ, દિનેશભાઇ, શાળા સંચાલન મંડળના રમેશ શિંગાળા, પ્રોશ્રીમાળી, નરેન્દ્ર વાઘેલા, આર. કે. બાબરિયા, યુવા સમિતિના જયેશ પટેલ, કિરીટ રાઠોડ તથા ધર્મ રક્ષામંચના અગ્રણી બીજલભાઇ ટારિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. લેખિત પરીક્ષાઃ કુબાવત દેવાંગ, ભાલીયા નેન્સી, વાઘેલા દીવ્યાંશી, ચૌહાણ વિવેક, ઓડિયા ઋચિ, શ્લોકગાનઃ આંબલીયા ઋષિ, સોમૈયા મીરા, સરીડા ધનંજય, મકવાણા ધ્રુવ, કળમી જનેશ્વર, વકતૃત્વઃ શ્રીમાળી માનુષી, પરમાર મોનાલી, લોકવાણી તુલજા, સોગનપુરિયા કંચન, જોટંગીયા સ્નેહા, ગમારા ભાવના વિજેતા બન્યા હતા.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરમેશ્વરભાઇ, આર. કે. બાબરીયા, કિરીટ રાઠોડ, બીજલભાઇ ટારીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:28 pm IST)