Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રાજકોટમાં અસ્થિર મગજની મહિલાએ બાળકને જન્મ આપ્યો

રાજકોટની સિવિલ કોર્ટેબાળકને સાવરકુંડલાના 'માનવ મંદિરને' સોંપવા માનવીય હુકમ

સાવરકુંડલા,તા.૬: સાવરકુંડલાથી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિરમાં આજે એઇતિહાસિક દિવસ આવ્યો છે.અહીંયા માત્ર નિરાધાર મનોરોગી મહિલાઓને વિના મૂલ્યે સારવાર અપાઈ છે ત્યારે આજે રાજકોટ નામદાર કોર્ટ દ્વારા આજે કોર્ટ અને પોલીસ તથા સામાજિક કાર્યકર દ્વારા આજી ડેમ નજીકથી એકાદ માસ પહેલા એક પાગલ પ્રેગનેટ મહિલા મળી આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.જયા આઠ દિવસ પહેલા આ મહિલાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.આ મામલો પોલીસે કોર્ટ સમક્ષ મુકતા નામદાર કોર્ટે સલામતી ને ધ્યાનમાં લઈ સાવરકુંડલા માનવ મંદિરે દાખલ કરવાનો હુકમ કર્યો ..જે આજે કાગળો સહિત માનવ મંદિરના પૂ.ભકિતબાપુને સોંપવામાં આવ્યો છે 

ત્યારે પૂ.બાપુએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે નામદાર કોર્ટના હુકમને માન આપી આ બાબાનો અમો સ્વીકાર કરીએ છીએ પરંતુ આજનો દિવસ એક નવી ચુનોતી સાથે એક ઐતિહાસિક બની રહશે.આજથી એક વર્ષ પહેલા એક પાગલ કન્નડ મહિલાને રાજુલા પોલીસ આઠ માસના ગર્ભ સાથે મૂકી ગયેલ જેને બાર જાન્યુઆરી દીકરી દીને દીકરીને જન્મ આપ્યો હતો જે આજે અગિયાર માસની થઈ છે એનું નામ અમે રાધા રાખ્યું છે ત્યારે અમારી આ નિરાધાર દીકરી રાધાને એનો ભાઈ મળ્યો એ અસ્તિત્વની મોટી કૃપા છે.હાલમાં ૫૯ જેટલી નિરાધાર મનોરોગી મહિલાઓ આ માનવ મંદિરમાં પૂ.ભકિતબાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે અને પુનઃજીવન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ માનવ મંદિરને આજે સાતમું વર્ષ છે અને ૬૮ જેટલા મનોરોગી ઓ સાજા થઈ સમાજમાં પુનઃ સ્થાપિત થયા છે ત્યારે આ અધરી સેવાને સ્વીકારનાર પાલક પિતા પૂ.ભકિતબાપુએ ખરા અર્થમાં પાલકપિતા ની ફરજો પૂરી કરી રહયા છે જે ને પૂ.બાપુ અસ્તિત્વ ની કૃપા ગણાવેઙ્ગ છે.અહીંયા દવા અને દુઆ તેમજ હવામાન ના પ્રભાવથી તથા વિવિધ પ્રયોગોથી આવનાર મનોરોગી ઓ ઝડપી સાજા થાય છે આ સંસ્થામાં કોઈ ફી લેવાતી નથી એમ કોઈ ફાળો કરવામાં આવતો. નથી દાતાઓ અહીંયા આવીને સ્વેચ્છાએ દાન આપે તે સ્વીકાર્ય છે. ત્યારે આ માનવસેવાનો ધર્મ સ્વિકારનાર પૂ.ભકિતબાપુને સમાજના દાતાઓ.સામાજિક કાર્યકરો..તમામ પક્ષના રાજકીય નેતાઓ..સેવકો.કલાકારો અને પત્રકારોનો અણમોલ સહકાર મળી રહ્યો હોવાનું પૂ.બાપુ જણાવી રહયા છે..

અમરેલીના મનોચિકિત્સક ડો.વિવેક જોષી દર માસે આવી તમામને તપાસી દવાઓ લખી આપે છે જે દર માસે આશરે ત્રીસ હજારની દવા થાય છે.અહિયા એક મુલાકાત લેનાર સ્વજન કાયમી સેવક બની જાય છે એવી આ સેવા અને વાતાવરણ છે..અહીંયા મનોરોગી મહિલાઓને એક રૂમમાં એક ને જ રહેવા ની સુવિધાઓ છે બે ટાઈમ નાસ્તો બે ટાઈમ ભોજન અપાય છે ત્યારે આ માનવ સેવામાં કયારેક દાતાઓ એક દિવસનું ભોજન ખર્ચ આપી પોતાની સામાજિક જવાબદારી ઓ પૂરી કરે છે.તો કોઈ પોતાનો જન્મદિવસ ઉજવવા આવે છે તો કોઈ નોકરીનો પહેલો પગાર આપી આ માનવ સેવા યાત્રાના સહભાગી બને છે.

(1:06 pm IST)
  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST

  • ફ્રાન્સમાં પેન્શન સુધારણાના વિરોધમાં મહા હડતાલ : ૯૦% રેલવે અને મેટ્રો સેવાઓ ઠપ્પ : પેરિસ આશિત અનેક શહેરોમાં લાખો કર્મચારીઓનું વિરોધ પ્રદર્શનઃ હડતાળથી જનજીવન પર માઠી અસર : અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ : પેરિસમાં ૮૭ લોકોની અટકાયત access_time 11:27 am IST

  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST