Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સમગ્ર શહેરમાં કોમ્યુનિટી હોલનું સ્વપ્ન અધુરૃઃ પાર્ટી પ્લોટ પણ કાગળિયામાં!

હજુ ૯ વોર્ડમાં કોમ્યુનિટી હોલ નથીઃ લગ્નની સીઝનમાં કોર્પોરેશનનાં હોલનાં બુકીંગ હાઉસફુલ થઇ જાય છેઃ આ વખતે પણ તમામ ૧૩ હોલનાં બુકીંગ થઇ ગયાઃ બજેટમાં પાર્ટી પ્લોટ બનાવવાની જોગવાઇ પણ અમલ કયારે?

રાજકોટ, તા., ૬: મ્યુ. કોર્પોરેશનનાં શાસક પક્ષ ભાજપ દ્વારા સમગ્ર શહેરનાં દરેક વોર્ડમાં કોર્પોરેશનનાં ૧ કોમ્યુનીટી હોલ બનાવવાનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે. પરંતુ શાસકોનું આ સ્વપ્ન હજુ અધુરૂ છે. કેમ કે  હજુ અડધો અડધ એટલે કે ૯ વોર્ડમાં કોમ્યુનીટી હોલ નથી. એટલું જ નહી છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં પાર્ટી પ્લોટ બનાવવાની જોગવાઇ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં બજેટમાં રાખવામાં આવે છે. પરંતુ હજુ તેનો અમલ થતો નથી અને પાર્ટી પ્લોટની યોજના માત્ર કાગળીયામાં જ છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોને રાહત દરે કોમ્યુનીટી હોલ ભાડે આપી શકાય તે માટેશહેરનાં દરેક વોર્ડમાં ૧-૧ કોમ્યુનીટી હોલ બનાવવાનું આયોજન છે. જે અંતર્ગત હાલમાં શહેરમાં ૯ વોર્ડમાં ૧૩ કોમ્યુનીટી હોલ બની ગયા છે અને બાકીના ૯ વોર્ડનાં લોકોને હજુ સુધી કોમ્યુનીટી હોલની સુવિધા મળી નથી.

આ વર્ષ ફેબ્રુઆરી સુધી તમામ ૧૩ હોલના બુકીંગ થઇ ગયા

નોંધનીય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશનનાં કોમ્યુનીટી હોલ રૂ. ર થી ૪ હજારનાં રાહત દરે આ કોમ્યુનીટી હોલ ભાડે મળતા હોય ગરીબ અને મધ્યમ વર્ગના નાગરીકો માટે આ કોમ્યુનીટી હોલ આશીર્વાદ સમાન હોઇ દર વર્ષે લગ્નની સીઝનમાં કોર્પોરેશનનાં તમામ ૧૩ કોમ્યુનીટી હોલનાં બુકીંગ હાઉસફુલ થઇ જાય છે. આ વર્ષે પણ ડિસેમ્બર-જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ આ ત્રણ મહીના દરમિયાન લગ્ન ગાળામાં ૧ દિવસથી લઇને સતત પ૯ દિવસ સુધીનાં બુકીંગ તમામ ૧૩ કોમ્યુનીટી હોલમાં થઇ ગયા છે.

કયાં હોલનું કેટલા  દિવસ બુકીંગ

વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (ગુરૂપ્રસાદ ચોક) વોર્ડ નં. ૧૩, ૩૦ દિવસ

વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ યુનિટ-ર (ગુરૂપ્રસાદ ચોક) વોર્ડ નં. ૧૩, ૩૬ દિવસ

પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક) વોર્ડ નં. ૧૩, ૪૭ દિવસ

મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોદ) વોર્ડ નં. ૧૩, ૪૧ દિવસ

એકલગ્ન કોમ્યુનિટી હોલ (જાગનાથ પ્લોટ)  વોર્ડ નં. ૭, રપ દિવસ

ગુરૂ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ (રૈયા રોડ) વોર્ડ ન. ર, ૭૩ દિવસ

પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (પેડક રોડ) વોર્ડ નં. પ, પપ દિવસ

પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ યુનિટ-ર (પેડક રોડ) વોર્ડ નં. પ, પ૦ દિવસ

મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટીહોલ યુનિટ-૧ (૮૦ ફૂટ રોડ) વોર્ડ નં. ૧પ, ૪૭ દિવસ

મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટીહોલ યુનિટ-ર (૮૦ ફૂટ રોડ) વોર્ડ નં. ૧પ, ૪૫ દિવસ

ગુરૂનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી) વોર્ડ નં. ૩, ૪૦ દિવસ

વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) વોર્ડ નં. ૩, ૪૦ દિવસ

આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-૧ (પારડી રોડ) વોર્ડ નં. ૧૭, પ૩ દિવસ

આનંદનગર કોમ્યુનિટી હોલ યુનિટ-ર (પારડી રોડ) વોર્ડ નં. ૧૭, પ૮ દિવસ

નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનીટી હોલ (ધરમનગર આવાસ પાસે વોર્ડ ન૧, ૧૪ દિવસ

નવલસિંહ ભટ્ટી કોમ્યુનીટી હોલ (ધરમનગર આવાસ પાસે વોર્ડ નં. ૧ ૯ દિવસ

ડો.આંબેડકર કોમ્યુનીટી હોલ વોર્ડ નં. ૧૪, ૩૮ દિવસ

અવંતીબાઇ લોધી કોમ્યુનીટી હોલ વોર્ડ નં. ૭, દિવસ ૪૭,

મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ (સંત કબીર રોડ) વોર્ડ નં. ૬ દિવસ ૪૩,

કાંતીભાઇ વૈદ કોમ્યુનીટી હોલ (કોઠારીયા રોડ) વોર્ડ નં. ૧૬  દિવસ ૩ર

કોમ્યુનીટી હોલ નવા થોરાળા મેઇન રોડ વોર્ડ નં. ૧પ દિવસ ૧ આ મુજબ દરેક કોમ્યુનીટી હોલનું બુકીંગ થયાનું જાહેર થયું છે. (૪.૧૩)

 

(4:38 pm IST)