Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મ્યુ.કોર્પોરેશન દ્વારા યોજાનાર સ્વચ્છતાની પરીક્ષાનું કરાશે વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા સર્વેક્ષણઃ બિનાબેન

રાજકોટ, તા.૬: મ્યુ.કોર્પોરેશન દ્વારા 'ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત તૈયાર કરેલ અભ્યાસક્રમ મુજબ યોજાનાર છે ત્યારે આ પરીક્ષા અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાશે તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

આ અંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં કલીનેથોન ઇવેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચે તે માટે ૧૦ ડીસેમ્બર હ્યુમન રાઈટ્સના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષામાં ૬૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પરીક્ષા ૩૦ મીનીટની યોજાશે. આ પરીક્ષાને સફળ બનાવવા શહેરની સેલ્ફ ફાઈનાન્સ સ્કુલના હોદેદારો, નગર પ્રાથમિક સમિતિના ચેરમેન તેમજ અધિકારીઓ વિગેરે ઝેહમત ઉઠાવી રહેલ છે.

આ પરીક્ષા અંતર્ગત ૧૦ તારીખના રોજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદની ટીમ દ્વારા આ ઇવેન્ટનું સર્વેક્ષણ કરશે. આ ઇવેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદની ટીમ દ્વારા સર્વેક્ષણ થયા બાદ સંબધિત સંસ્થા સર્ટીફીકેટ, મેડલ, રેકોર્ડની ટ્રોફી, આપવાનો નિર્ણય કરશે તેમ મેયરની સતાવાર યાદીમાં જણાવાયુ છે.(૨૩.૧પ)

(4:33 pm IST)
  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST