Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

શાસ્ત્રી ખેલશંકરભાઇ દ્વિવેદી પરિવારના સહયોગથી સદ્ગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃ શાસ્ત્રી ખેલશંકરભાઇ કુંવરજીભાઇ દ્વિવેદી પરિવાર તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૩૩૨ દર્દીઓને નવી દૃષ્ટિ મળી હતી. શાસ્ત્રી ખેલશંકર કુંવરજીભાઇ દ્વિવેદી કથાકાર હતા આ નેત્રયજ્ઞમાં દર્દીઓને,  રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. (૪૦.૧૩)

(4:28 pm IST)
  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST