Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોર્પોરેશનના મેલેરીયા વિભાગના વિવિધ પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ મેદાનમાં

ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેશ ડોમોસ્ટિક કામગીરી કરતા કર્મચારીઓના સેટઅપ સહિતના પ્રશ્ને યોગ્ય કરવા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની માંગઃ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત

રાજકોટ તા. ૬ :.. મ્યુ. કોર્પોરેશનમાં વર્ષ ડીસેમ્બર ર૦૦૯ થી આજદિન સુધી આરોગ્ય શાખામાં મેલેરિયા વિભાગમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિક કામગીરી કરતાં સ્વય સેવકો સેવા સહિતના વિવીધ પ્રશ્ને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુ. કમિ. ને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ અંગે વિપક્ષી નેતા વશરામભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતું કે, મેલેરીયા વિભાગના કર્મચારીઓ દ્વારા વર્ષ દરમ્યાન કેટલા સમય ચાલુ રહે છે ? અને તેની સ્પેસીફીક ટાઇમ લીમીટ અને સમયગાળા નકકી કર્યો  આ કામગીરી હાલ કોની-કોની પાસે કરાવવામાં આવી રહેલ છે.

આ કામગીરી અને મંજૂર થયેલ કાયમી સેટઅપમાં કેટલા કર્મચારીઓની ફીલ્ડની કામગીરી છે અને કેટલા કર્મચારીઓની કામગીરી ઓફીસ વર્કની છે અને હાલ કયાં કર્મચારી કઇ-કઇ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા વશરામભાઇ દ્વારા માંગ કરવામાં આવી છે.

(4:25 pm IST)