Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

થોરાળાના ન્યુ ક્રિષ્ના પાર્કમાંથી વિજય ઉર્ફ લીંબુ ૧૨૦ બોટલ દારૂ સાથે પકડાયો

પી.આઇ. એસ. અને. ગડ્ડુની રાહબરીમાં થોરાળા પોલીસે દરોડો પાડ્યો

રાજકોટ તા. ૬: શહેર પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પર સતત ધોંસ બોલાવાઇ રહી છે. થોરાળા પોલીસે નવા થોરાળા અવધ પાર્ક-૪માં રહેતાં વિજય ઉર્ફ લીંબુ ગોવિંદભાઇ વધેરા (ઉ.૨૧) નામના શખ્સને રૂ. ૪૨,૦૦૦ના ૧૨૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે.ડીસીપી ઝોન-૧, એસીપી પૂર્વની સુચના અને પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, લાખાભાઇ, કોન્સ. કનુભાઇ ઘેડ, નરસંગભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ પી.ડી. જાદવને બાતમી મળી હતી કે અવધ પાર્કનો વિજય ઉર્ફ લીંબુ નવા થોરાળાના ન્યુ ક્રિષ્ના પાર્ક-૩માં સિધ્ધી વિનાયક મકાનની સામેના ખુલ્લા પ્લોટમાં દારૂની પેટીઓ સાથે ઉભો છે અને સગેવગે કરવાનો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં એપિસોડ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો મળી આવતાં કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:56 pm IST)