Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

૧૫૬ બોટલ દારૂના ગુનામાં ફરાર શખ્સ અબ્દુલને એસઓજીની ટીમે પકડી લીધો

હત્યાની કોશિષ, રાયોટીંગના ગુનામાં સામેલ અને પાસામાં પણ જઇ આવ્યો છેઃ પરસાણાનગરના નાલા પાસે પોલીસને જોઇ દોટ મુકી પણ ઝડપાઇ ગયો

રાજકોટ તા. ૬: અગાઉ હત્યાની કોશિષ, રાયોટીંગ, દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલા અને પાસાની હવા પણ ખાઇ ચુકેલા તેમજ હાલમાં દારૂના ગુનામાં ફરાર જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં અબ્દુલ દાઉદભાઇ લંજા નામના શખ્સને પરસાણાનગર-૬ના નાલા પાસેથી એસઓજીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો છે.

ગત ૨૪મીએ પોપટપરા નાલા પાસે શાસ્ત્રીનગર રોડ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડતાં ૧૫૬ બોટલ દારૂ સાથેની બજાજ ટેમ્પો રિક્ષા રેઢી મુકી એક શખ્સ ભાગી ગયો હતો. તપાસ થતાં આ શખ્સ અબ્દુલ લંજા હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. મનરૂપગીરી, આર. કે. જાડેજા,  ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા અને ઝાલા બંને, અનિલસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, બ્રિજરાજસિંહ, જીતુભા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ અને યુવરાજસિંહની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અબ્દુલ પરસાણાનગરના નાલા પાસે છે. ટૂકડી ત્યાં પહોંચતા અબ્દુલે દોટ મુકી હતી. તેનો પીછો કરી દબોચી લેવાયો હતો.

(3:55 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST