Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આવતા સોમ-બુધ-ગુરૂવારે પુષ્કળ લગ્નો

લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીયે લીલાલહેર છે... : માગસર માસમાં માત્ર ૩ મુર્હૂર્તો : ત્યારબાદ ૧૭ જાન્યુઆરીથી લગ્નોત્સવઃ ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી કમૂહૂર્તા

રાજકોટ, તા. ૬ :  નૂતન વર્ષના લગ્ નોત્સવની મોસમનો ડીસેમ્બર તા. ૧૦ થી પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે કારતક મહિનામાં લગ્નનું એકપણ મૂહુત નથી માગસર મહિનામાંૈ માત્ર ૩ મુહુર્ત છે. ચાલુ મહિનાની તા. ૧૦, ૧ર અને ૧૩ના દિવસે લગ્નના મૂહુર્તો છે. તે દિવસે પુષ્કળ લગ્નોત્સવ છે. તા. ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમૂહુર્તા છે. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં (પોષ માસ) લગ્નોત્સવનો નવો તબક્કો શરૂ થશે.

ડીસેમ્બરમાં માત્ર ત્રણ જ દિવસ લગ્નો હોવાથી લગ્નોત્સવ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ વ્યસ્ત છે. તે દિવસોમાં ઠેર-ઠેર લગ્નોત્સવના ઢોલ ઢબુકતા અને શરણાઇઓ ગુંજતી સાંભળવવા મળશે. જાન્યુઆરી મહિનાના લગ્નોના મૂહૂર્તો નીચે મુજબ છે.

જાન્યઅુારી ર૦૧૯

તા. ૧૭      ગુરૂવાર

તા. ૧૮      શુક્રવાર

તા. ૧૯      શનિવાર

તા. રર               મંગળવાર

તા. ર૩               બુધવાર

તા. ર૪               ગુરૂવાર

તા. રપ              શુક્રવાર

તા. ર૬               શનિવાર

તા. ર૭               રવિવાર

તા. ર૮               સોમવાર

તા. ર૯               મંગળવાર

તા. ૩૧               ગુરૂવાર

ઉપરાંત પોષ વદ બારસના ૧ ફેબ્રુઆરીએ પણ લગ્નનું મુહૂર્ત છે.

(12:18 pm IST)