Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ક્રિકેટ ટુર્નામેન્ટમાં હરિવંદના કોલેજ રનર્સ અપ

 રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધા-ર૦૧૭ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ જેમાં સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ કોલેજોમાંથી હરિવંદના કોલેજ ત્થા એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વચ્ચે વિજેતાની હોડ મારી મેચમાં બંને ટીમોએ એકબીજાને પ્રતિ સ્પર્ધિ તરીકે ટકકર આપી જેના પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત આંતર કોલેજ ક્રીકેટ ટુર્નામેન્ટમાં હરિવંદના કોલેજ ઉપવિજતેા બની. બંને ટીમોના ઉત્સાહને બીરદાવવા મોહનસિંહ જાડેજા (પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી, મેમ્બર મહેશભાઇ ચૌહાણ (સિલેકટર,) સિરીશભાઇ બુચ (સિલેકટર) કમલેશભાઇ ચાવડા (સિલેકટર) સુનીલભાઇ શુકલ (સિલેકટર) ડો. મહેશભાઇ ચૌહાણ (પૂર્વ સીન્ડીકેટ સભ્ય) ડો. અશ્વિનભાઇ રાઠોડ  સહિત તમામ મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. તદુઉપરાંત હરિવંદના કોલેજને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ક્રીકેટ ટુર્નામેન્ટમાં ઉપવિજેતા બનવા બદલ કોલેજના સ્થાપક સંચાલક ડો. મહેશભાઇ ચૌહાણ, યુવા કેમ્પસ ડાયરેકટર ડો. સર્વેશ્વરભાઇ ચૌહાણ, પ્રિન્સીપાલ, ડો. નટુભાઇ ચૌહાણ, અધ્યક્ષ, ડો. અશ્વિનભાઇ રાઠોડ, સંચાલન વિભાગના અધ્યક્ષ સાગરભાઇ પટેલ, સ્પોર્ટસ કોડીનેટર મેહુલભાઇ પટેલ સહિત તમામ અધ્યાપકગણોએ અભિનંદન પાઠવ્યા હતા. (૭.૩૭)

 

(4:23 pm IST)