Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વેપારીને આપેલ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ થતાં આરોપીને નોટીસ

રાજકોટ તા. ૬ :.. અત્રેના વેપારીને આપેલ ચેક રીટર્ન થતાં વેપારીએ રાજકોટના અમિત શાહ વિરૂધ્ધ ચેક રીટર્નનની ફરીયાદ કરતાં કોર્ટે આરોપીને હાજર થવા હુકમ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં ધનશ્રી પ્રોડકટસના બ્રાન્ચ મેનેજર, દિપભાઇ અરવિંદભાઇ માણેક રહે. ઠે. શ્રીજી નિવાસ ૭ રઘુવીરપરા, રાજકોટની પાસેથી અમિતભાઇ શાહ, રહે. ઠે. અમિત ટ્રેડર્સ અપ્સરા શેરી પાસે, મેઇન બજાર વાંકાનેર જી. મોરબી કે જેઓએ ડીએસપી, એઆઇઆ ફ્રેશનર રપ૦ એમ. એલ. ૧૦૦ એમ. એલ. એસોરટેડ વગેરે કોસ્ટેટીક આઇટમો ખરીદ કરેલ. તેમની સાથે વેપારી સંબંધોના કારણે ઉધાર માલ ખરીદ કરેલ અને બુકસ ઓફ એકાઉન્ટ મુજબ બાકી લેણી નીકળતી રકમ રૂા. પ૪,૭૦૬ બાકી લેણા નીકળતા હતાં.

આ અંગે આરોપી વેપારી પેઢીએ  ફરીયાદી જોગ ચેક લખી આપેલ અને પાસ થઇ જશે તેવો વિશ્વાસ, બાંહેધરી અને ખાત્રી આપેલ. આમ, વેપારીના વિશ્વાસે ચેક સ્વીકારેલ. જે ચેક  ફરીયાદીએ તેમની બેંકમાં રજૂ કરતાં 'એકિસડ એરેન્જમેન્ટ' ના શેરા સાથે પરત ફરેલ. જેથી આ અંગે કાયદા તથા નિયમ મુજબ ફરીયાદી-દિપભાઇ માણેક તરફે એડવોકેટ શ્રી હર્ષદકુમાર એસ.  માણેક દ્વારા લીગલ ડીમાન્ડ નોટીસ આપવામાં આવેલ.

આ નોટીસ આરોપીને બજી ગયેલ છતાં પણ કોઇપણ જાતનો જવાબ આપેલ નહી કે રકમ ચુકવેલ નહી કે નોટીસનું પાલન કરેલ ન હોય છેવટે કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચેક રીર્ટન અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ અંગે  કોર્ટે આરોપીને નોટીસ દ્વારા બજવણી કરવા વાંકાનેરના પી.આઇ. ઉપર બજવણી કરવા વાસ્તે નોટીસ - હુકમ ફરમાવેલ છે અને આરોપીને કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરતી નોટીસ કરેલ છે.

આ કામમાં ફરીયાદી ધનશ્રી પ્રોડકટસના બ્રાન્ચ મેનેજર, શ્રી દિપભાઇ અરવિંદભાઇ માણેક વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, પ્રજાપતી સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા દિપેશભાઇ પાટડીયા, જગદીશભાઇ પડીયા રોકાયેલ છે. (પ-ર૦)

 

(4:22 pm IST)