Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

લોન કૌભાંડ અંગે બેંક અને બિલ્ડર્સ વિરૂધ્ધની ફરીયાદમાં દસ્તાવેજો કબ્જે કરવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા., ૬: રાજકોટ નાગરીક સહકારી બેંક લી. રાજકોટ તથા બિલ્ડર મે.બાલાજી ડેવલપર્સના ભાગીદારો વિગેરે સામે લોન કૌભાંડ અંગેની કરેલ ફરીયાદમાં લોન વહેવાર અંગે જે પણ કાર્યવાહી કે કરારો કે દસ્તાવેજો થયેલ હોય તે તમામ કબ્જે કરવા પોલીસને અદાલતે  હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહીશ ફરીયાદી ભાવનાબેન વિનુભાઇ રાદડીયા, તહોમતદારો રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી તથા બિલ્ડર મે.બાલાજી ડેવલપર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) અલ્પાબેન રાજેશભાઇ લીંબાસીયા, (ર) પરેશભાઇ ભીમજીભાઇ લીંબાસીયા (૩) બાબુભાઇ ભીમજીભાઇ મંડલી (૪) વર્ષાબેન ધર્મેશભાઇ ચુડાસમા (પ) પારૂલબેન મહેશભાઇ લીંબાસીયા તથા (૬) રાજકોટ નાગરીક સહકારી બેંક લી. (૭) ફલેટનો વીમો ઉતારનાર વીમા કંપનીના જવાબદાર અધિકારી વિગેરે ર૧ આરોપીઓ તથા તપાસ દરમ્યાન જે નામ ખુલે તે તમામ સામે રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી.

ફરીયાદીના એડવોકેટશ્રીની રજુઆતો ધ્યાને લઇ કોર્ટને ફરીયાદમાં જણાવેલ લોન કૌભાંડ થયેલ હોવાનું માલુમ પડતા રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. રાજકોટના એ સી.આર.પી.સી.ની કલમ-ર૦ર હેઠળ તપાસ રીપોર્ટ કોર્ટમાં રજુ કરવા માટે બી ડીવીજન પોલીસ ઇન્સ્પેકટરશ્રીને હુકમ ફરમાવેલ. જેનો તપાસ રીપોર્ટ કોર્ટમાં રજુ થતા તે તપાસનો રીપોર્ટ તપાસ કરનાર અધિકારીએ એક તરફી તપાસ કરી અમુક આરોપીઓને છાવરેલ હોવાનું જણાતા ફરીયાદીએ ફરી તપાસ કરી કરવાનું કોર્ટને જણાવતા નામ. કોર્ટે તપાસ કરનાર અધિકારીશ્રીએ સદરહું કામે વધુ તપાસ કરી સદરહું કામે વધુ તપાસ કરી સદરહું વ્યવહાર અંગે જે પણ કાર્યવાહી કે કરારો કે દસ્તાવેજો થયેલ છે તે તમામ કબ્જે કરી વધુ તપાસ કરી તે અંગેનો રીપોર્ટ અત્રેની કોર્ટને દિન-૬૦માં રજુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના ફરીયાદીના એડવોકેટ તરીકે શ્રી અરવિંદભાઇ રામાવત તથા રાજુભાઇ દુધરેજીયા તથા અશ્વીનભાઇ રામાવત રોકાયેલા છે.

(4:21 pm IST)