Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

લોકશાહી પ્રણાલીકા મુજબ ચૂંટણી થાય તે માટે પોલીસ અધિકારી અને કર્મચારીની બદલી કરવા માંગણી

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂની કલેકટર સમક્ષ લેખિત રજુઆત

રાજકોટ તા.૬ : વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે વાતાવરણમાં તંગદીલી ઉભી કરવાના પ્રયાસ અને દહેશતની ભીતિને ધ્યાને રાખી પોલીસ અધિકારી તથા કર્મચારીઓની બદલી કરવા મામલે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂએ કલેકટર સમક્ષ રજુઆત કરી છે.

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂએ કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યુ છે કે વિધાનસભાની ચૂંટણીનું તારીખ ૦૯-૧ર-ર૦૧૭ના રોજ મતદાનના દિવસે વાતાવરણમાં તંગદીલી ઉભી કરવાના પ્રયાસ થાય અને દહેશતભર્યો માહોલ સર્જાય તેવી ભીતિ અમોને છે. તેથી પોલીસ અધિકારી અને કર્મચારીની બદલી કરવી જરૂરી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ દારૂબંધી અને ગુંડાતત્વો સામે લડત શરૂ કરી છે અને સમાજમાં ફુલીફાલેલી બદીને નાબુદ કરવાનો ઇન્દ્રનીલભાઇએ સંકલ્પ લીધો છે. હુમલાની ઘટના સમયે ઇન્દ્રનીલભાઇ અને કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર મિતુલભાઇ દોંગા રજુઆત કરવા ગયા ત્યારે અણછાજતુ વર્તન કર્યુ હતુ. દારૂબંધી અને ફુલીફાલેલી ગુંડાગીરી સામે કોંગ્રેસના ધારાસભ્યએ આંદોલન છેડયુ છે તેના કારણે પોલીસ અધિકારીઓને તકલીફ પડી હોય માટે ઇન્દ્રનીલભાઇ અને મિતુલ દોંગા સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યુ હતુ. પોલીસે પોતાનો જુનો રોષ, રાગદ્વેષ ઠાલવવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવુ અંતમાં જણાવ્યુ હતુ.

(4:18 pm IST)