Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

એશિયાનું સૌથી મોટું વી-સેટ નેટવર્ક ભાજપ સરકારે વિકસાવ્યુ છે : લાખાભાઈ સાગઠીયા

રાજકોટ, તા. ૬ : રાજકોટ વિધાનસભા-૭૧ના ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠીયાએ તેમના પ્રચારને વેગીલો બનાવતા વિવિધ વિસ્તારમાં પદયાત્રા કરી લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમિયાન તમામ વિસ્તારના લોકોએ લાખાભાઈનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યુ હતું. વિવિધ વિસ્તારોમાં લોકો સાથે જૂથસભા દરમિયાન સંવાદ કરતા લાખાભાઈએ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર ગુડ ગવર્નન્સ નહીં, પરંતુ ઈ - ગવર્નન્સનો વ્યૂહ અપનાવી ગામડાને ઈ-નેટવર્કથી વિશ્વ સાથે જોડ્યુ છે. ગામડાનો માનવી ખેડૂત માર્ગદર્શન માટે વિશ્વના ખેડૂત સાથે સીધો સંપર્ક કરી શકે તેવુ ઈન્ટરનેટ કનેકિટવીટી હેઠળ એશિયાનું સૌથી મોટું વી-સેટ ભાજપ સરકારે વિકસાવ્યુ છે.

ગામડા ભારતનો પ્રાણ છે, સાચુ ભારત ગામડામાં વસેલુ છે ત્યારે ગામડાના સર્વાંગી વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શકય નથી. મહાત્મા ગાંધીજીએ પણ ગ્રામ સ્વરાજયનું સ્વપ્ન સેવ્યુ હતું અને ગામડા પોતાના સર્વાંગી વિકાસ માટે આત્મનિર્ભર બને તેવી તેમણે હિમાયત કરી હતી. શ્રી સુરેશભાઈ રામાણીએ જૂથ સભા સંબોધે કરેલ તેમ યાદીમાં જણાવાયું છે.

(4:17 pm IST)