Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ચુંટણી ઢંઢેરામાં સરકારી કર્મચારીઓ માટેની યોજના જાહેર કરો

અખિલ ગુજરાત કર્મચારી સોશ્યલ એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર

રાજકોટ તા. ૬ : ગુજરાત વિધાન સભાની ચૂંટણી અન્વેય કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

આ ચુંટણી એજન્ડામાં સરકરી કર્મચારીઓ માટેની યોજના જાહેર કરવા અખિલ ગુજરાત કર્મચારી સોશ્યલ એન્ડ વેલફેર સોસાયટી અને કર્મચારી એકતા મંડળ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજુઆત કરી છ.ે

આ અંગે અખિલ ગુજરાત કર્મચાર સોશ્યલ એન્ડ વેલફેર સોસાયટીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પાઠવેલ પત્રમાં જણાવ્યુંહતું કે, તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો પ્રસિધ્ધ કરવામાં આવ્યો છ.ેઆ એજન્ડમાં ઘણી બધી યોજાનાઓ જાહેર કરવામાં આવી તેઅભિનંદનને પાત્ર છે.

વધુમાં આ પત્રમાં જણાવ્યું હતું કે, આ ચુંટણી ઢંઢેરામાં સરકારી કર્મચારીઓ માટેની કો યોજના જાહેર કરવામાં આવી નહી તો આ અંગે યોગ્ય સંસ્થાના પ્રમુખ રાહુલ પરમાર, કિશોર ગમારા સહિતના કાર્યકાર્તાઓ દ્વારા પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

(5:37 pm IST)