Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

માલધારી સમાજ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે છે અને રહેશે જ...

ભાજપે હંમેશા માલધારીઓની ચિંતા કરી છેઃ દુષ્કાળમાં ઘાસચારો, ગૌહત્યા પ્રતિબંધ, કન્યા છાત્રાલય સહિતની સુવિધાઓ આપી છેઃ માલધારી સમાજના આગેવાનોએ વર્ણવી, સંવેદનશીલ સરકારની સમાજ પ્રત્યેની ખેવનાઓ

આજે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે માલધારી સમાજના આગેવાનો આવ્યા હતા. તે વખતે માલધારી સમાજ મુખ્યમંત્રી વિજયભાઈની સાથે જ હોવાનું જાહેર કર્યુ હતુ. તે વખતની તસ્વીરમાં દિનેશભાઈ ટોળીયા, અનિલભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, જીતુભાઈ કાટોડિયા, કાનાભાઈ ચૌહાણ, હીરાભાઈ જોગરાણા, તોગાભાઈ ધોળકીયા, ચનાભાઈ ગોહેલ, સારાભાઈ જોગરાણા, રાજેનભાઈ સિંધવ, રઘુભાઈ બોળિયા વગેરે અગ્રણીઓ દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૬ :. માલધારી સમાજમાં વિવિધ આગેવાનોએ આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાત વખતે જાહેર કર્યુ હતું કે વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે માલધારી સમાજનું હરહંમેશ હીત જાળવ્યુ છે ત્યારે માલધારી સમાજ મુખ્યમંત્રીની સાથે જ છે અને હરહંમેશ તેઓનો સાથ નિભાવશે.

આ તકે વિજયભાઈ રૂપાણીએ માલધારી સમાજ માટે કરેલા કાર્યોની સૂચિ જાહેર કરતા માલધારીઓએ જણાવ્યુ હતુ કે, દુષ્કાળમાં જ્યારે ગાયોને ઘાસચારો મળતો ન હતો ત્યારે વિજયભાઈએ સમગ્ર રાજકોટમાં ઘાસચારાનું રાહત દરે વિતરણ કરાવેલ અને વરસાદ થયો નહી ત્યાં સુધી ઘાસ કેન્દ્ર ચાલુ રાખી માલધારીઓના માલઢોરને નિભાવવામાં મદદરૂપ થયા હતા.

એટલું જ નહી તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે માલધારી સમાજની દિકરીઓના છાત્રાલયો ગ્રાન્ટેડ કરી જેથી આ સમાજની દિકરીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડવા સમર્થ બની છે ત્યારે આ બાબતે માલધારી સમાજ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીનો ઋણી રહેશે.

તેવી જ રીતે માલધારી સમાજમાં ગૌપાલક એજ્યુકેશન ટ્રસ્ટના બોર્ડીંગના ૩૫ વર્ષ જૂના પ્રશ્નોનો પણ વિજયભાઈ રૂપાણીએ ઉકેલ લાવી દીધો છે.

આમ વિજયભાઈ રૂપાણીએ હરહંમેશ માલધારી સમાજ પ્રત્યે ખેવના રાખી છે. આથી માલધારી સમાજ તેઓની સાથે હરહંમેશ રહેશે.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન દિનેશભાઈ ટોળીયા, વિભાભાઈ જોગરાણા, અનિલભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, જીતુભાઈ કાટોડીયા, કાનાભાઈ ચૌહાણ, હીરાભાઈ જોગરાણા, રાજેનભાઈ સિંધવ, તોગાભાઈ ધોળકીયા, ચનાભાઈ ગોહેલ, સારાભાઈ જોગરાણા, ધીરૂભાઈ સભાડ, ગંગદાસભાઈ જોગરાણા, બાલાભાઈ બોળીયા, લાલાભાઈ મીર, આલાભાઈ ભુવા, રઘુભાઈ બોળીયા, ગભાભાઈ ચોહલા, નાગજીભાઈ વરૂ, બાલાભાઈ ચોહલા, બિજલભાઈ ટારીયા, બચુભાઈ બોળીયા, નાજાભાઈ ટોળીયા, ખીમાભાઈ જોગરાણા, કિરીટભાઈ મીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૨-૧૫)

 

(4:04 pm IST)