Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

શિક્ષણ ક્ષેત્રે બદલાવ લાવવા કટીબધ્ધતા, વૃધ્ધોને આજીવન આરોગ્ય સેવા નિઃશુલ્કનું વચન : અપક્ષ સિધ્ધરાજસિંહ જાડેજા

રાજકોટ તા. ૬ : મુખ્યમંત્રીશ્રી જયાંથી ઉમેદવારી કરી રહ્યા છે તેવા વિધાનસભા ૬૯ માંથી સૌથી યુવા વયના સિધ્ધરાજસિંહ એસ. જાડેજાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

'અકિલા' સાથેની વાતચિતમાં તેમણે જણાવેલ કે ભાષાવાદ, પ્રાંતવાદ, લીંગભેદથી ઉપર ઉઠીને ભ્રષ્ચારા મુકત ભારતમાં રાજકોટ ઉદાહરણરૂપ બની રહે તેવું લક્ષ્ય મેં સેવ્યુ છે. સરકારી કર્મચારીઓનું ફીકસેશન દુર થવુ જોઇએ. વિધવાઓને પુરતુ પેન્શન મળવું જોઇએ. ૬૦ વર્ષથી ઉપરની વયના  વૃધ્ધોને આરોગ્ય સેવા જીવે ત્યાં સુધી વિનામુલ્યે મળે તેવી જોગવાઇ હોવી જોઇએ. અમો આ માટે સંપૂર્ણ કટીબધ્ધ રહીશું.

મારા પિતાશ્રી અને ભાઇ સરકારી કર્મચારી છે. એટલે એક શિક્ષિત-કર્મચારી પરિવારમાંથી હું આવતો હોય શિક્ષણ ક્ષેત્રની જે કમીઓ છે તે પુરી કરી સંપુર્ણ બદલાવ લાવવા મારો પ્રથમ પ્રયાસ રહેશે. તેમ હાલ ધો.૧૨ માં અભ્યાસ કરી રહેલ અને ચુંટણીમાં વિધાનસભા ૬૯ ની બેઠક પરથી 'સીસોટી' નીશાન સાથે ઝંપલાવનાર સિધ્ધરાજસિંહ એસ. જાડેજા (મો.૯૭૨૪૫ ૭૯૩૦૩) એ જણાવ્યુ હતુ.

રીક્ષા બેનર, ડોર ટુ ડોર સંપર્ક અને સોશ્યલ મીડીયા થકી પ્રચાર અભિયાન વેગવંતુ બનાવેલ હોવાનું સિધ્ધરાજસિંહ જાડેજાએ જણાવી સૌને અચુક મતદાન કરવા અંતમાં અનુરોધ કરેલ છે.

આ મુલાકાત સમયે સબીરભાઇ બ્લોચ, દેવેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ વાઘેલા, અમીનભાઇ મકરાણી વગેરે સિધ્ધરાજસિંહની સાથે રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:39 pm IST)